• મસાલાદાનીની હળદરનો ઉપાય આપશે રાહત
  • લસણ અને સરસિયાનું તેલ ઘટાડશે ઘૂંટણનું દર્દ
  • કપૂરનું તેલ અને નારિયેળ તેલ આપશે આરામ

શિયાળા સમયે ઘૂંટણના દર્દની ફરિયાદ વધી જાય છે. મળતી માહિતી અનુસાર શિયાળાની સીઝનમાં હવાનું દબાણ ઓછું થઈ જાય છે. આ કારણે માંસપેશીઓ અને સાંધામાં દર્દની સમસ્યા શરૂ થાય છે. આ સાથે દર્દ માટે અન્ય અનેક કારક પણ જવાબદાર રહે છે. તે સમયે ભોજનમાં જરૂરી પોષક તત્વોની ખામી, જૂનો ઘા પણ સામેલ છે. વૃદ્ધોમાં ઘૂંટણના દર્દની ફરિયાદ વધારે રહે છે. ઘૂંટણના દર્દને કેટલાક ઘરેલૂ ઉપાયોથી ક્યોર કરી શકાય છે અને રાહત મેળવી શકો છો. તેમાં સરસિયાનું તેલ, આદુ, કપૂર, હળદર, લસણનો ઉપયોગ સરળતાથી રાહત અપાવશે. આ સિવાય સારી વાત એ છે કે આ તમામ ચીજો તમને ઘરમાં મળી રહે છે.

હળદર

મસાલામાં હળદરને સૌથી વધારે ઔષધિય ગુણો વાળું કહેવાયું છે. સ્કીનથી લઈને દર્દ સુધી આ તમામ પ્રકારની બીમારીમાં કામ આવે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તેનો લેપ દર્દમાં આરામ અપાવે છે. તેને ઘૂંટણ પર દિવસમાં 2 વાર લગાવવાથી રાહત મળી શકે છે.

લસણ

લસણને સરસિયાની સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાય તો ઘૂંટણનું દર્દ ઝડપથી ઓછું થાય છે. તેલને કોઈ વાસણમાં ગરમ કરો અને પછી તેમાં લસણની કેટલીક કળીઓ ઉમેરો. જ્યારે લસણ કાળું થાય તો તેને તેલમાંથી કાઢી લો. તેલ સામાન્ય ગરમ હોય ત્યારે દર્દવાળી જગ્યાએ તેનાથી માલિશ કરો. આરામ મળશે.

આદુ

આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે. આ માટે તેને દર્દ નિવારણ માટે ઉપયોગમાં લેવાય છે. જો તમારા ઘૂંટણમાં દર્દ છે કે સોજા છે તો આદુથી રાહત મળી શકે છે. આ સિવાય તેના ઉપયોગ પહેલા નાના ટુકડામાં તેને કાપી લો. આ પછી તેને પાણીમાં ઉકાળો. ઉકાળ્યા બાદ તે પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરો. તેનાથી રાહત મળી શકે છે.

કપૂર

કપૂરના તેલથી ઘૂંટણનું દર્દ દૂર થાય છે. 2-3 કપૂરના ટુકડાને નારિયેળના તેલમાં મિક્સ કરીને ગરમ કરો. ઈચ્છો તો તમે કપૂરનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે બંનેને મિક્સ કરીને ગરમ કરો ત્યારે તેને ઠંડું થવા દો. આ પછી દર્દવાળી જગ્યાએ માલિશ કરો. આ તેલ દર્દને અંદરથી ખતમ કરવામાં મદદ કરે છે. 

  • Follow us on: