• શિયાળામાં માણો પાલકની મજા
  • આલુ ટિક્કીની સાથે મિક્સ કરો પાલક
  • ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ પરિવારને કરશે ખુશ

હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે. આ સમયે તમે અનેકવિધ વાનગીઓ ઘરે ટ્રાય કરતા જ હશો. જો તમે સાંજના નાસ્તા માટે નવો ઓપ્શન પસંદ કરી રહ્યા છો તો તમે તમારી રોજિંદી આલુ ટિક્કીને નવો ટ્વિસ્ટ આપી શકો છો. તમે તેને પાલકની સાથે ટ્રાય કરીને બનાવી શકો છો. પાલક આયર્નથી ભરપૂર હોય છે અને સાથે શિયાળામાં સરળતાથી મળી રહે છે. જો તમે પાલકની મદદથી આલુ ટિક્કી બનાવશો તો તમે તેનો ્લગ જ ટેસ્ટ મેળવી શકશો. આ ટિક્કી સાંજના કે સવારના નાસ્તા માટે પણ બેસ્ટ ઓપ્શન બની શકે છે. તો ફટાફટ જાણી લો સરળ રેસિપિ.

સામગ્રી

  • 500 ગ્રામ પાલક
  • 1 નંગ ડુંગળી બારીક સુધારેલી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પૂન ગરમ મસાલા પાવડર
  • 1 ચપટી હળદર
  • 3-4 બાફેલા બટાકા
  • 3 ચમચી સરસિયાનું તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટી સ્પૂન તેલ વઘાર માટે
  • 1 ટી સ્પૂન લીંબુનો રસ
  • 4 ચમચી ચણાનો લોટ

બનાવવાની રીત

સૌ પહેલા ડુંગળી અને આદુ લસણની પેસ્ટને તેલમાં સાંતળી લો. અન્ય તરફ પાલક લો અને તેને સીજવી લો. જ્યારે તે ઠંડું થાય તો તેમાં તમે બાફેલા બટાકા અને ચણાનો લોટ મિક્સ કરો. મિશ્રણમાં મીઠું, મસાલા, ડુંગળી અને આદુ લસણની પેસ્ટ મિક્સ કરેલી છે તે ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તે મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો. જો તમે તેને ડીપ ફ્રાય કરવા ઈચ્છો તો તમે તે પણ કરી શકો છો. આ સિવાય તમે તેને તવા પર તેલ કે બટરની મદદથી શેકી શકો છો. તૈયાર થયેલી ટિક્કીને તમે લીલી ચટણી, દહીં કે સોસની સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો. આ નાસ્તો બાળકો અને પરિવારના તમામ સભ્યોને નવો ટેસ્ટ આપશે અને તેમની હેલ્થ માટે પણ લાભદાયી રહેશે.  

  • Follow us on: