• ગરમ મસાલાનો ઉકાળો કરશે તમારી મદદ
  • સીઝનલ ખાંસીમાં મળશે રાહત
  • સ્વાદમાં તીખો અને ગરમ ઉકાળો કરશે દવાનું કામ

ઠંડીની સીઝનમાં શરદી અને ખાંસીની તકલીફ ઘણી સામાન્ય હોય છે. જો સીઝનની સાથે સાથે તમે તમારા ખોરાકમાં પણ ફેરફાર લાવો છો તો તમે હેલ્ધી રહી શકો છો. જેમ તમે શિયાળામાં વિવિધ અને સીઝનલ વાનગીઓ આરોગો છો તેમ તમારે આ વિવિધ પ્રકારના સિરપ અને ઉકાળાને પણ અમુક સમયે લેતા રહેવું જોઇએ. તેમાં વપરાતા ગરમ મસાલા તમારા શરીરને રક્ષણ આપે છે અને સાથે તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો જાણો ઘરે બનાવી શકાય તેવા ઘરેલૂ ઉકાળાની રેસિપિ.

ઔષધીય ઉકાળો

સામગ્રી

- 10 નંગ તુલસીના પાન

- 10 નંગ કાળા મરી

- 1 કટકો આદુ

- 1 લવિંગ

- નાનો ટુકડો તજ

- ચપટી સૂંઠ

- મીઠું સ્વાદ અનુસાર

- ખાંડ કે મધ સ્વાદ અનુસાર

બનાવવાની રીત

એક કપ પાણીમાં દસ તુલસીના પાન નાખો. ત્યારબાદ તેમાં દસ કાળા મરી નાખો. પછી તેમાં એક કટકો આદુનો વાટીને નાખો. પછી એક લવિંગ, થોડું તજ, એક ચપટી સૂંઠ નાખીને બરાબર ઉકાળી લો. આને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને તેમાં સ્વાદ મુજબ મીઠુ, ખાંડ કે મધ નાખીને પીઓ. 

  • Follow us on: