• નહીં રહે કફ અને ખાંસીની સમસ્યા
  • ફટાફટ બની જશે આદુ અને ગોળની ગોળીઓ
  • ગળાની બળતરામાં પણ મળશે આરામ

ગોળ અને આદુની ગોળીઓનું સેવન કરવાથી ખાંસી અને શરદીની સાથે ગળાની ખરાશમાં પણ આરામ મળે છે. શિયાળાની સીઝનમાં ખાસ કરીને આ ગોળીઓ બનાવીને ખાવાથી ઝડપથી આરામ મળે છે. તો જાણો આ ગોળીઓ ફટાફટ કેવી રીતે ઘરે બનાવી શકાશે.

આદુ અને ગોળની ગોળીઓ

સામગ્રી

  • 100 ગ્રામ આદુ
  • 200 ગ્રામ ગોળ
  • અડધી ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • અડધી ચમચી સિંધવ મીઠું
  • અડધી ચમચી બૂરું ખાંડ

જાણો બનાવવાની રીત

આદુ અને ગોળની ગોળીઓ બનાવવા માટે સૌ પહેલા ફ્રેશ આદુની છાલ ઉતારી લો અને પછી તેને છીણી લો. હવે તમે આદુથી ડબલ ગોળ લો અને બંનેને મિક્સ કરો. હવે એક મિક્સરનો બાઉલ લો અને બંનેને વસ્તુને મિક્સ કરો. તેની એક પેસ્ટ બનાવો. હવે એક પેન ગરમ કરો અને 2-3 મિનિટ સુધી તેને પેનમાં ગરમ કરો. તેમાં પેસ્ટને સતત હલાવતા રહો. હવે 3-4 મિનિટ સુધી પેસ્ટને ચઢવા જો. હવે મિશ્રણમાં મીઠું અને હળદર મિક્સ કરો અને ફરી 2 મિનિટ હલાવો. તમારું મિશ્રણ સારી રીતે ચઢી જશે. હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢી લો. તેને રૂમ ટેમ્પ્રેચર પર આવવા દો. તેની નાની ગોળીઓ બનાવો. તેના માટે કોટિંગની જરૂર રહેશે જેથી તે તીખી ન લાગે.

કોટિંગ માટે

હવે તમે બૂરું ખાંડ, સિંધવ મીઠું મિક્સ કરો અને તેમાં આ ગોળીઓને કોટ કરી લો. એક એરટાઈટ કંટેનરમાં તેને સ્ટોર કરો અને ઈચ્છા થાય ત્યારે તેને ઉપયોગમાં લો.  

  • Follow us on: