- પ્લાસ્ટિક બેગમાં કોથમીર 15 દિવસ સુધી રહેશે સારી
- કપડામાં લપેટીને રાખવાથી 20-25 દિવસ સુધી ખરાબ થશે નહીં
- ટિશ્યૂ પેપરમાં મૂકીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો
શિયાળાની સીઝનમાં કેટલાક સીઝનલ શાક ખૂબ જ સારો ટેસ્ટ આપે છે. લીલી કોથમીર પણ તેમાંથી એક છે. આમ તો કોથમીરનો ઉપયોગ દરેક સીઝનમાં કરાય છે પણ શિયાળામાં તે તમામ ડિશમાં સારો ટેસ્ટ આપે છે. જો કે વધારે દિવસો સુધી તેને રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવી લેવી જરૂરી છે. જો તમે આ ટ્રિક્સનું ધ્યાન રાખશો તો તમારી કોથમીર લાંબા સમય સુધી લીલીછમ રહેશે.
શિયાળાની કોથમીર જલ્દી ખરાબ થાય છે. જેના કારણે તમારે તેને 2-3 દિવસ બાદ ફેંકવી પડે છે. પરંતુ આ તમને ફાવશે નહીં. જો તમે આ ટિપ્સ અપનાવી લેશો તો તમે તેને ખરાબ થવાથી બચાવી શકશો અને ગમે ત્યારે લીલી કોથમીરની મજા માણી શકશો. તો જાણો કઈ ટિપ્સ કરશે તમારી મદદ.
પ્લાસ્ટિક બેગની લો મદદ
શિયાળામાં લીલી કોથમીર સ્ટોર કરવા માટે તમે પ્લાસ્ટિક બેગની મદદ લઈ શકો છો. આ માટે તમે લીલી કોથમીરને ધોઈને સૂકવીને ટિશ્યૂ પેપરમાં લપેટીને રાખો અને પછી પાણી સૂકવી લો. હવે આ કોથમીરને તમે પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખો. તેનાથી તમારી કોથમીર 15 દિવસ સુધી સારો રહેશે.
પાણીમાં સ્ટોર કરો
શિયાળામાં લીલી કોથમીરને ફ્રેશ રાખવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય અડધા કપ પાણીમાં લીલી કોથમીર નાંખો. તેનાથી તે 1 અઠવાડિયા સુધી ખરાબ થશે નહીં.
ફ્રિઝની મદદ લો
શિયાળામાં લીલી કોથમીરને સ્ટોર કરવા માટે ફ્રિઝમાં રાખવાનો ઓપ્શન સારો રહેશે. આ માટે લીલી કોથમીરને સૂકવીને રાતભર ફ્રિઝમાં રાખો. હવે બીજા દિવસે સવારે તેને ફ્રિઝમાંથી કાઢી લો અને સુધારો. કોઈ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિઝરમાં રાખો. તેનાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
સોફ્ટ કપડામાં લપેટીને રાખો
લીલી કોથમીરને કપડામાં સ્ટોર કરવા માટે સૌથી પહેલાં ડાંડીઓને કાપી લો. હવે કોથમીરને ધોઈ લો અને સૂકવો. તેમાંથી પાણી સૂકાયા બાદ તેને મલમલ કે કોટનના કપડામાં લપેટીને રાખો. આમ કરવાથી કોથમીર 20-25 દિવસ સુધી ખરાબ થશે નહીં.
ટિશ્યૂ પેપરનો કરો ઉપયોગ
શિયાળામાં કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ સારો રહે છે. તેને માટે કોથમીરને ટિશ્યૂ પેપરમાં રેપ કરો અને પછી કોઈ એરટાઈટ કંટેનરમાં ભરીને રાખો. તેનાથી તે અનેક દિવસો સુધી ફ્રેશ રહેશે.