• નાસ્તાને આપો અલગ ટ્વિસ્ટ
  • બાજરીના વડા આપશે નવો ટેસ્ટ
  • હેલ્ધી અને ટેસ્ટી ડિશ શિયાળામાં બનાવો

ગુજરાતીઓના ઘરમાં સામાન્ય રીતે બાજરીના રોટલા તો બનતા જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૌષ્ટિક બાજરીમાંથી રોટલા સિવાય પણ ઘણી વાનગીઓ બની શકે છે. આવી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીમાંથી બનતા ખાસ નાસ્તાની રેસિપિ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. બાજરીના સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યને લગતા પણ અઢળક ફાયદા છે. આથી જ જો બાજરીના રોટલાના પસંદ હોય તો આજે અમે તમારી માટે બાજરીના વડાની રેસિપી ટ્રાય કરી લો. આ નાસ્તો ચાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે થઈ જાવ તૈયાર વડા બનાવવા.

બાજરીના વડા

સામગ્રી

- 500 ગ્રામ બાજરીનો લોટ

- 200 ગ્રામ ખાટું દહીં

- આદુ-મરચાંની પેસ્ટ

- મીઠું સ્વાદ અનુસાર

- મેથીની ભાજી

- લસણ

- હીંગ

- હળદર

રીત

સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાંખવી. ત્યાર બાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો. ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે હથેલીમાં થેપીને વડા તળી લેવા. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા. આ ટેસ્ટી વડા ગરમ અને ઠંડા પણ સારા લાગે છે. તમે તેને એરટાઈટ ડબ્બામાં 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

  • Follow us on: