- બટાકા અને ચણાથી બનશે ટેસ્ટી નાસ્તો
- ચાટનો ટેસ્ટ વધારશે ડિશનો સ્વાદ
- દહીં, સેવ, કોથમીર, દાડમથી કરો ગાર્નિશ
ક્રિસમસ આવી રહી છે ત્યારે તમે તમારા મિત્રોને આમંત્રિત કરવાની તૈયારી કરી રહ્યા હશો. આ સમયે કઇ એવી ખાસ ડિશિશ છે જે લાઇટ હોવાની સાથે હેલ્ધી અને ઝડપથી બની શકે છે. મહેમાનને ખુશ કરવાની સાથે કોઇપણ સ્વીટની સાથે એક અલગ જ ટેસ્ટ આપી શકે છે તે જાણી લેવું પણ આવશ્યક છે. જો તમે મહેમાનને કોલ્ડડ્રિંક્સ, સ્વીટ ડિશની સાથે વિવિધ પ્રકારની ચાટ પીરસો છો તો તે તમારા માટે એક અલગ અને યમ્મી મેનૂ હોઇ શકે છે. તો તમે ટ્રાય કરો આ ઝટપટ બની જતી ચાટની રેસિપિ.
આલુ- ચણા ચાટ
સામગ્રી
- 1/2 કપ બાફેલા અને પલાળેલા કાબુલી ચણા
- 1 ઝીણું સુધારેલું ટામેટું
- 1 નાનું બાફેલું બટાકું
- 1/2 કપ ક્રશ કરેલું નારિયેળ
- કોથમીર સુધારેલી
- 2 ચમચી દાડમના દાણા
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી લાલ મરચાંનો પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
- 2 ચમચી તેલ
રીત
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સુધારેલી ડુંગળી ફ્રાય કરો. હવે તેમાં બાફેલા ચણા, બટાકા અને અન્ય દરેક મસાલાને મિક્સ કરી લો. હવે તેને ગેસ પરથી ઉતારીને ફરીથી મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં આલુ- ચણા નાંખો અને તેને ક્રશ નારિયેળ, ઝીણી સેવ, દાડમ અને સુધારેલી કોથમીર સાથે ગાર્નિશ કરો. તૈયાર છે તમારી આલુ-ચણા ચાટ.
તમારા મહેમાનો પણ આ ડિશથી ખુશ થશે. આ સિવાય આ ઈન્સ્ટન્ટ તૈયાર થતી ડિશથી તમે પણ મહેમાનો સાથે સમય વીતાવી શકશો.