- મિનરલ, હેલ્ધી ફેટ અને વિટામિનથી ભરપૂર છે કેક
- ઓરિયો કેકથી બની જશે બાળકોનો દિવસ
- ક્રિસમસમાં કેકનું હોય છે ખાસ મહત્ત્વ
ક્રિસમસનો તહેવાર દુનિયામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ રજાઓમાં ફરવાનો પ્લાન બનાવે છે. ઘરમાં પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે, ચર્ચ જાય છે. આ તહેવારમાં કેક પણ કાપવામાં આવે છે. તમે આ ફેસ્ટિવલમાં ઓરિયો કેકને ટ્રાય કરી શકો છો. ઓરિયો કેક બાળકોને ખૂબ પસંદ આવે છે. તમે તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો. ક્રિસમસ કેકને ઓરિયો કૂકીઝ, બેકિંગ પાવડર અને ખાંડની મદદથી સરળતાથી બનાવી શકાય છે. તેનો સ્વાદ પણ અલગ જ હોવાથી તમારા તહેવારને ખાસ બનાવી દેશે.
ચોકલેટ લવર્સને પસંદ છે આ કેક
જેમને ચોકલેટ ખાવાનું પસંદ છે તેઓને કેક પસંદ આવે છે. આ સિવાય તમે કેકને મિનિટોમાં તૈયાર કરી શકો છો. ક્રિસમસ સેલિબ્રેશનના સમયે તમે તેને ડેઝર્ટમાં પણ પીરસી શકો છો. મોટા હોય કે નાના બાળકો દરેકને આ કેક પસંદ આવશે. તેની સાથે તમે ચોકલેટી ટેસ્ટનો આનંદ લઈ શકશો. ઓરિયો શેક પસંદ કરનારાને કેકનો સ્વાદ ગમશે. તેમાં સૂકા મેવા પણ ઉમેરી શકાય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં મિનરલ્સ, હેલ્ધી ફેટ અને વિટામિન હોય છે. આ સ્વાદની સાથે સાથે હેલ્ધી હોય છે. તેનું સેવન તમે નાસ્તાના રૂપમાં પણ કરી શકો છો. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તો જાણો સિમ્પલ રેસિપિ.
સામગ્રી
- 12 નંગ ઓરિયો બિસ્કિટ
- 1 નાની ચમચી પીસેલી ખાંડ
- 1/2 ચમચી બેકિંગ પાવડર
- 1 કપ દૂધ
જાણો બનાવવાની રીત
સૌ પહેલા તો ઓરિયો કુકિઝ લો અને સાથે તેને બારીક પાવડરના રૂપમાં પીસી લો, તેમાં દૂધ, ખાંડ, બેકિંગ પાવડર મિક્સ કરો અને તેને બ્લેન્ડ કરો. તેમાં દૂધ સારી રીતે મિક્સ થાય અને એક સ્મૂધ બેટર બને તે વાતનું ધ્યાન રાખો. હવે એક માઈક્રોવેવ બાઉલ લો અને તેને ગ્રીસ કરો. તેમાં બેટર ઉમેરો. તેને લગભગ 5 મિનિટ સુધી માઈક્રોવેવ કરો. બેકિંગ સમય ધીરે ધીરે વધારો. જ્યાં સુધી કેક સારી રીતે ચઢે નહીં ત્યાં સુધી માઈક્રોવેવમાં રાખો. આ બાઉલને સાવધાનીથી માઈક્રોવેવમાંથી કાઢો. આ પછી એક પ્લેટમાં કેક કાઢો અને તેને ડાર્ક ચોકલેટ, વ્હીપ્ડ ક્રીમ અને સૂકામેવાથી ગાર્નિશ કરો. હવે તમારી કેક સર્વ કરવા માટે તૈયાર છે. તમે તેની સાથે તમારા તહેવારને ખાસ બનાવી શકશો.