- લોહીની ખામીને કરશે દૂર
- હાઈ બીપી અને ડાયાબિટીસને કરશે કંટ્રોલ
- પ્રેગનન્સીની સાથે વજન ઘટાડવામાં પણ લાભદાયી
ચણાનો લોટ અનેક સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખાસ કરીને તેનો ઉપયોગ શાક, ભજીયા, મીઠાઈ, ચિલ્લા અને ખમણ, ગાંઠિયા બનાવવા કરાય છે. ચણાનો લોટ સ્વાદ વધારવાની સાથે હેલ્થને માટે લાભદાયી રહે છે. તે પોષક તત્વોનો ખજાનો છે. તેમાં આયર્ન, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય અનેક પોષક તત્વો હોય છે જે શરીરને અનેક ફાયદા આપે છે. સ્વાદની વાત કરીએ તો ટેસ્ટ વિનાનો ચણાનો લોટ અનેક સ્વાદિષ્ટ રેસિપિ બનાવવામાં કામમાં આવે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન છે જે વેટલોસમાં પણ મદદ કરે છે. તો જાણો તેના સ્વાસ્થ્ય લાભ વિશે.
લોહીની ખામી કરશે દૂર
ચણાના લોટમાં આયર્ન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તે લોહીની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે એનિમિક છો તો તમારે ડેલી ડાયટમાં બેસનને સામેલ કરવું. તે શરીરમાં આયર્નની ખામીને પૂરી કરે છે.
હાઈ બીપીને કંટ્રોલમાં રાખવામાં કરશે મદદ
બેસન એટલે કે ચણાના લોટમાં મેગ્નેશિયમ વધારે હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓએ ડાયટમાં બેસનનો ઉપયોગ વધારવો.
હાર્ટને માટે લાભદાયી
બેસન હેલ્થને માટે સારું માનવામાં આવે છે. તેમાંનું ફાઈબર દિલને માટે લાભદાયી માનવામાં આવે છે. ચણાના લોટનું સેવન હાર્ટની સમસ્યાઓથી બચાવે છે.
ડાયાબિટીસમાં મદદરૂપ
બેસનમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે જે ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. તે લોહીમાં ઈન્સ્યુલિનનો ખતરો ઘટાડે છે. ડાયાબિટીસની તકલીફ હોય તો તમે ચણાના લોટની રોટલી ખાઈ શકો છો.
પ્રેગનન્સીમાં લાભદાયી
ગર્ભવતી મહિલાઓને માટે ચણાનો લોટ લાભદાયી છે. તેમાં ફોલેટ અને વિટામિન બી6નું પ્રમાણ વધારે હોય છે. જે પ્રેગનન્સીમાં જરૂરી છે.
વજન ઘટાડવામાં લાભદાયી
ચણાના લોટમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો બેસનને ડાયટનો ભાગ બનાવી શકો છો.