આંખો આપણને દુનિયાને જોવાની રીત આપે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત તમારી આંખો તમારી તંદુરસ્તીનો આઇનોપણ બની શકે છે, એક રિસર્ચ અનુસાર આંખોના રંગમાં ફેરફાર બહુ જ દુર્લભ હોય છે. પરંતુ ક્યારેક તમારી આંખોના સફેદ ભાગ અને કીકીનો રંગ બદલાયેલો દેખાઈ શકે છે. આ પ્રકાશ કે કોઇ પણ પ્રકારની ચમક જેવા કારણોથી થઇ શકે છે.જોકે, તમારી આંખોનો રંગ અને તેમાં થતા ફેરફાર ઘણી વખત શરીરમાં વિકસતી બીમારીઓનો પણ સંકેત હોઈ શકે છે, જેને સમયસર ઓળખવુ ખૂબજ જરૂરી છે.


આંખોના રંગ બદલાવાના કારણો-

આંખોના રંગમાં ફેરફાર થવા પાછળ જીન્સ, બીમારીઓ, દવાઓ અને ટ્રોમા જેવા અનેક કારણો હોઈ શકે છે. આખોના રંગમાં ફેરફાર સામાન્ય રીતે નુકસાનકારક નથી, પરંતુ ક્યારેક તે કેટલીક મેડિકલ સમસ્યાઓના સંકેત પણ આપી શકે છે. આંખોના રંગમાં બદલાવ આઈરિસ અથવા આંખના બીજા ભાગોમાં પણ જોવા મળી શકે છે. અહીં કેટલાક મહત્વપૂર્ણ સંકેતો જણાવવામાં આવ્યા છે.

1. આંખો પીળી પડવી

આંખોના રંગમાં થયેલો ફેરફાર પીળિયા નામની સ્થિતિનું સંકેત હોઈ શકે છે. પીળિયામાં તમારી ત્વચા, આંખો અને મ્યૂકસ મેમ્બ્રેન્સ પીળી લાગવા લાગે છે. રક્તમાં બિલીરુબિન નામના પીળા રંગનુ પદાર્થનું સ્તર વધી જાય છે ત્યારે આવી સ્થિતિ થાય છે. જ્યારે લિવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે બિલીરુબિન શરીરમાં ભેગું થવા લાગે છે, જેની અસરથી આંખોના સફેદ ભાગમાં પીળાશ દેખાય છે.

2. આઈરિસ ફ્રેકલ્સ

આઈરિસ ફ્રેકલ્સ એટલે આંખની સપાટી પર (આઈરિસ) આવેલા નાના ભૂરા ડાઘ. આ મેલેનિનના જમા થવાથી થાય છે. આ ફ્રેકલ્સ સામાન્ય રીતે સુર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી થતા હોય છે, તેથી UV કિરણોથી સુરક્ષા રાખવી અગત્યની છે. જો તમારી આંખોમાં કોઈ પણ ફેરફાર દેખાય, તો તરત આંખોના ડૉક્ટરને મળવું જોઈએ. આ સામાન્ય હોય છે અને સામાન્ય રીતે ત્વચા પર થતી ઝાંઈઓ જેવી હોય છે અને નુકસાનકારક નથી.

3. આઈરિસ નેવી

આઈરિસ નેવી એટલે આંખોમાં ઊંડા રંગના મોટા ટપકા કે તલ જેવો દેખાતો ભાગ. આ મેલાનોસાઇટ્સ નામના પિગ્મેન્ટ સેલ્સના કારણે થાય છે. આ સામાન્ય રીતે ધીમે ધીમે વધે છે પરંતુ ક્યારેક કેન્સરનું કારણ પણ બની શકે છે. આઈરિસ નેવી, આઈરિસ ફ્રેકલ્સ જેટલા સામાન્ય નથી, અને આવી સ્થિતિમાં તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

4. લિશ નોડ્યુલ્સ

લિશ નોડ્યુલ્સ નાના ભૂરા ઉછાળો હોય છે જે આઈરિસ પર હોય છે. આ સામાન્ય રીતે ન્યૂરોફાઈબ્રોમેટોસિસ નામની કન્ડિશનથી જોડાયેલા હોય છે. આ નર્વસ સિસ્ટમનો એક ડિસઓર્ડર છે જેમાં નસોની કોશિકાઓ પર નાના ટ્યૂમર વિકસે છે. આ કન્ડિશનનું એક જનેટિક કનેક્શન હોઈ શકે છે. લિશ નોડ્યુલ્સની હાજરી ન્યૂરોફાઈબ્રોમેટોસિસની તપાસ માટે ઉપયોગી થાય છે. સામાન્ય રીતે આ દ્રષ્ટિને અસર નથી કરતાં.


  • Follow us on: