શિયાળા દરમિયાન લોકોને મોટાભાગે વજન વધવાની સમસ્યા  થતી  હોય છે. શારીરિક પ્રવૃતિઓ અને ખાવા પીવામાં બેદરકારી આ માટે મહત્વનું કારણ છે. જો તમે આ તકલીફ અનુભવી રહ્યા છો તો આજે અમે તમને એવી પદ્ધતિઓ જણાવશું કે જે તમારો વજન ઓછો કરવામાં તમને મદદ કરશે.


ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવું ઘણું જ અઘરું બની જતું હોય છે. ખાસ કરીને આ ઋતુમાં વજન વધવો એ એક સામાન્ય બાબત છે. ઠંડીનું વાતાવરણ શરીરનું વજન ઘટાડવાની પ્રક્રિયાને ઘણી રીતે પ્રભાવિત કરે છે. શિયાળા દરમિયાન આપણી શારીરિક પ્રવૃતિઑ ઓછી થઈ જતી હોય છે. પાણી પીવાનું પ્રમાણ ઘટી જતું હોય છે અને ખોરાકનું પ્રમાણ વધી જતું હોય છે.

શિયાળા દરમિયાન સૂર્યના કિરણો ઓછા દેખાતા હોવાથી આપણાં શરીરમાં વિટામિન D ની ઉણપ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં જો તમારે શરીરનું વજન ઘટાડવું છે અને ચરબીનું પ્રમાણ ઓછું કરવું છે તો આ પદ્ધતિઓ નિયમિત કરો.

ઘરમાં કસરત કરવી 

જો શિયાળામાં તમારું મન પાર્ક અથવા જીમ જવાનું ન હોય તો ઘરમાં જ શારીરિક પ્રવૃતિઓ શરૂ કરો જેમ કે યોગ, પ્રાણાયામ, સુર્ય નમસ્કાર, દોરડા કૂદ, સીડી ચડવી - ઉતરવી, ડાન્સ કરવો જેવી પ્રવૃતિઓ ઘરમાં કરી અને તમે તમારી તંદુરસ્તી જાળવી શકો છો.

દિવસ દરમિયાન થોડું થોડું ખાવું 

દિવસ આખો ભૂખ્યું રહેવા અને ડંબલ્સ ઉઠાવવા કરતા દિવસ દરમિયાન થોડા થોડા પ્રમાણમાં ખાવાની ટેવ રાખવી જોઈએ જેથી તમને ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો અને ખાસ એ ધ્યાન રાખવું કે તમારી ડિશ પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત આહારથી ભરેલી હોવી જોઈએ. જેથી તમારા શરીરને નુકશાન ન થાય અને તમારું સ્વાથ્ય જળવાય રહે.

પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ 


 શિયાળામાં લોકોને ઘણી વખત પાણી પીવાની ટેવ ઓછી હોય છે, પણ આ બાબત શરીર પણ ખૂબ જ નકારાત્મક અસર કરે છે. તેનાથી શરીરનું વજન ઘટતું નથી પરંતુ શરીરની તંદુરસ્તી બગડે છે. જેથી ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. માટે હુંફાળું પાણી પીવું જોઈએ. ગરમ પાણીના સેવનથી શરીરનું વજન તો ઘટે જ છે પરંતુ આપણાં શરીરમાં બ્લડ સર્ક્યુલેસનની ગતિ વધે છે. આ સિવાય શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખી અને તેનું સેવન કરવું જોઈએ.


નોંધ: અહી જણાવેલી તમામ વિગત એકઠી કરીને રજૂ કરવામાં આવી છે કોઇ પણ વસ્તુઓ અજમાવતા પહેલા એકવખત નિષ્ણાંતની સલાહ જરૂરથી લો. સંદેશ ન્યૂઝ આવા કોઇ ઉપાય કે ટ્રીક કરવાની સલાહ આપતુ નથી.

   

  • Follow us on: