સદીઓથી સુંદરતા વધારવા માટે ગુલાબજળનો ઉપયોગ કરાતો હોય છે. રોજિંદા જીવનમાં ગૃહિણીઓ ત્વચાની સંભાળ માટે ગુલાબજળનો સમાવેશ કરતી હોય છે. ગુલાબજળનો ઉપયોગ ફેસબેકમાં ખાસ કરીને કરાતો હોય છે. તે ત્વચાને ઠંડક આપે છે. તે કુદરતી કલ્નીઝર તરીકે પણ કામ કરે છે. પરંતુ ગુલાબજળનો ઉપયોગ ઘણા બધા પ્રકારે કરાતો હોય છે.
ગુલાબજળથી ત્વચાને ફાયદાકારક કઈ રીતે કરી શકાય. જો ત્વચાને ચમકતી, ડાઘ વગરની બનાવવા માંગતા હો, તો ઘરે શુદ્ધ ગુલાબજળ બનાવવાનો પ્રયાસ કરી શકો છો, ઘરે બનાવેલું શુદ્ધ ગુલાબજળ તમારી ત્વચા માટે વરદાનથી ઓછું સાબિત થશે નહીં. ચાલો ઘરે ગુલાબજળ બનાવવાની ખૂબ જ સરળ રીત જાણીએ
ઘરે પણ જ બનાવી શકો છો
ગુલાબજળથી ત્વચાને ફાયદા થઈ શકે છે. ગુલાબજળનો ઉપયોગ ગૃહિણીઓ તેમના ફેસબેકમાં ઉપયોગ ખાસ કરીને કરતી હોય છે. જો તમે તેને ઘરે પણ જ બનાવી શકો છો જાણો તેની સરળ રીત
1: સોથી પહેલા ઘરે ગુલાબજળ બનાવવા માટે, તમારે તાજી ગુલાબની પાંખડીઓને સારી રીતે ધોઈને સાફ કરવી પડશે.
2: હવે એક પેનમાં બે-ત્રણ કપ સ્વચ્છ પાણી અને તાજી ગુલાબની પાંખડીઓ નાખો
3: માહિતી માટે, તમને જણાવી દઈએ કે તપેલીમાં પૂરતું પાણી ભરેલું હોવું જોઈએ જેમાં ગુલાબની પાંખડીઓ સંપૂર્ણપણે ડૂબી ગઈ હોય. પાણીની માત્રા ન તો વધારે હોવી જોઈએ અને ન તો ઓછી.
4: હવે મધ્યમ આંચ પર તવાને મૂકો અને તેને ઉકાળી લો. તમારે આ પાણીને વધારે ઉકાળવાની જરૂર નથી.
5: ધીમે ધીમે પાણીમાં ગુલાબની પાંખડીઓનો રંગ દેખાવા લાગશે. ગુલાબની પાંખડીઓનો રંગ પાણીમાં સારી રીતે ઓગળી જવા દો.
6: હવે ગેસ બંધ કરી દો અને આ પાણીને એક બોટલમાં ગાળી લો. તમે આ ઘરે બનાવેલા ગુલાબજળને કોઈપણ સ્વચ્છ બોટલમાં સંગ્રહિત કરી શકો છો.
ગુલાબજળ તમારી ત્વચાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. બજારમાંથી ખરીદેલું ગુલાબજળ ભેળસેળવાળું હોઈ શકે છે, તેથી તમે ઘરે ગુલાબજળ બનાવવાનો પ્રયાસ કરી શકો છો.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.