આપણા રોજિંદા જીવનમાં દિનચર્યામાં વપરાતી ચીજવસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે. પરંતુ સતત ઉપયોગને કારણે ક્યારેક એ બગડી જાય કે જુની થાય કે પછી ખરાબ દેખાવા લાગે તો તેને ચમકાવા કે પછી કંઈક નવા કરવા માટે યુકિતઓ આવવા લાગે છે. જેની મદદથી તેને નવી કરી શકીએ.
ત્યારે વાત કરીએ એક એવી જ ચીજવસ્તુની પ્લાસ્ટિકની ડોલ જે આપણા ઘરોમાં રોજિંદા કાર્યો માટે ખૂબ જ ઉપયોગી હોય છે, સતત ઉપયોગને કારણે તેના પર પીળા ડાઘ પડી જાય છે જે ખૂબ જ ખરાબ દેખાય છે. આ ડાઘ પાણીમાં રહેલા ખનિજો, સાબુ અથવા તો અન્ય અશુદ્ધિઓને કારણે પેદા થતા હોય છે. જો તમે પણ તમારી ડોલ પરના આ પીળા ડાઘથી મુશ્કેલીમાં છો, તો ચિંતા કરશો નહીં. તેની કેટલીક સરળ રીત વિશે જાણીએ
પ્લાસ્ટિકની ડોલ કેવી રીતે સાફ કરવી?
1. ખાવાનો સોડા અને લીંબુનો જાદુ
બેકિંગ સોડા એક કુદરતી ક્લીનર છે જે ડાઘ દૂર કરવામાં અસરકારક છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ ડાઘ દૂર કરવામાં પણ મદદરુપ છે. આ બંનેનું મિશ્રણ ડોલ પરના પીળા ડાઘ પર અદ્ભુત અસર કરે છે. સૌ પ્રથમ એક બાઉલમાં 2-3 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દો ત્યારબાદ આ મિશ્રણની જાડી પેસ્ટ બનાવો હવે આ પેસ્ટને ડોલના પીળા ડાઘ પર લગાવો અને 15-20 મિનિટ માટે મુકી દો. પછી ડાઘને બ્રશથી ઘસીને સાફ કરો પછી તેને પાણીથી ધોઈને સૂકવી લો.
2. સફેદ સરકાનો જાદુ
સફેદ સરકો પણ એક ઉત્તમ સફાઈકારક ચીજવસ્તુ છે. ડાઘને દુર કરવા ઉપરાંત, તે ડોલને જંતુમુક્ત પણ કરે છે. સૌથી પહેલા એક સ્પ્રે બોટલમાં સફેદ સરકો ભરી દો પછી ડોલ પર લાગેલા પીળા ડાઘ પર વિનેગરને સ્પ્રે કરો અને તેને 10-15 મિનિટ માટે રહેવા દો. પછી ડાઘને સ્ક્રબ અથવા કપડાથી ઘસીને સાફ કરો. છેલ્લે ડોલને પાણીથી ધોઈને સૂકવી લો.
3. મીઠું અને લીંબુનું મિશ્રણ
મીઠું એક કુદરતી સ્ક્રબ છે જે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ સાથે ભેળવીને, તે વધુ અસરકારક બને છે. એક બાઉલમાં 2-3 ચમચી મીઠું લો અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ડાઘ પર લગાવો અને સ્ક્રબથી ઘસો. થોડા સમય પછી, ડોલને પાણીથી ધોઈને સૂકવી દો.
4. નિયમિત સફાઈ
ડોલ પર ડાઘ પડતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેને નિયમિતપણે રોજ સાફ કરવાનો આગ્રહ રાખો. દરેક ઉપયોગ પછી, ડોલને પાણીથી ધોઈને સૂકવી દો. આનાથી ડાઘ પડવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે.
Disclaimer: સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.