• રિષભ પંતની ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે ખુલાસો કર્યા છે
  • રિષભ પંતના સ્વસ્થ થવામાં ખીચડીએ મહત્વની ભૂમિકા ભજવી છે
  • જાણો કેવી રીતે ખિચડી તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે

ભારતીય ક્રિકેટના સ્ટાર રિષભ પંત સાથે થયેલી દુર્ઘટનાએ દેશને હેરાન કરી દીધો હતો. ડિસેમ્બર 2022માં, તેની કારને દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં તે બચી ગયો હતો. આ અકસ્માત બાદ આખી દુનિયાએ રિષભ પંતના સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. આ અકસ્માતને લઈને રિષભ પંતે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને લાગ્યું કે આ દુનિયામાં તેનો સમય પૂરો થઈ ગયો છે.

આ અકસ્માતમાં રિષભને જમણા ઘૂંટણમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને ઘણી સર્જરી કરવી પડી હતી. પરંતુ રિષભ પંતે હાર ન માની અને પોતાના જીવનની બીજી ઈનિંગ શરૂ કરી. તેના સંઘર્ષે માત્ર ક્રિકેટ ફેન્સને જ નહીં પરંતુ સમગ્ર દેશને પ્રેરણા આપી. મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં જ રિષભ પંતની ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે કહ્યું હતું કે રિષભ પંતના સ્વસ્થ થવામાં ખીચડીએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ખીચડી છે સુપરફૂડનો ખજાનો

ખીચડી એક ભારતીય વાનગી છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. ખીચડી પચવામાં સરળ છે અને પેટ માટે પણ સારી છે.

ખીચડીના ફાયદા

  • પાચનતંત્રને સ્વસ્થ રાખે છે
  • વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ
  • મજબૂત ઈમ્યૂનિટી બૂસ્ટર
  • ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
  • ગર્ભવતી સ્ત્રીઓ માટે પૌષ્ટિક આહાર

ખીચડી કેવી રીતે બનાવવી

ખીચડી બનાવવી ખૂબ જ સરળ છે. તમે તેમાં તમારી પસંદગી મુજબ શાકભાજી પણ ઉમેરી શકો છો. એક પેનમાં ઘી અથવા તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને લીલા મરચાં ઉમેરો. પછી તેમાં ધોયેલા ચોખા અને દાળ નાખીને ફ્રાય કરો. આ પછી પાણી ઉમેરી ઉકાળો. સ્વાદ મુજબ મીઠું, હળદર અને અન્ય મસાલાનો ઉપયોગ કરો. તમે તેમાં તમારી પસંદગીના શાકભાજી જેમ કે ગાજર, વટાણા, ટામેટાં વગેરે ઉમેરી શકો છો.

  • Follow us on: