- મહિલાઓને મેટરનિટી લિવની સુવિધા
- મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન મેળવે છે આ સુવિધા
- બે બાળકો સુધી જ મળે છે મેટરનીટિ લિવ
મહિલાઓની સુકક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સરાકર દ્વારા અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મહિલાઓ નોકરી કરે છે તેવી મહિલાઓ માટે મેટરનિટી લીવ હોવી અનિવાર્ય છે. જેને ધ્યાને રાખીને કંપની દ્વારા મેટરનિટી લીવ આપવી અનિવાર્ય બને છે. ત્યારે આજે તમને એ વિશે જણાવીશું કે ક્યારે મેટરનિટી લીવ લેવાની હોય છે અને તે કેટલી વખત લઇ શકાય છે. તેને લઇને કાયદાકીય શું જોગવાઇ છે આવો જાણીએ.
કેટલા બાળકો પછી મેટરનિટી લીવ લઈ શકાય?
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ મેટરનિટી લિવ લઇ શકે ઠેય આ લિવ મહિલાઓને બાળકના જન્મ અને તેની પ્રારંભિક સંભાળ માટે આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તમામ ગર્ભવતી મહિલાઓ પ્રસૂતિ રજા માટે પાત્ર છે. આ સાથે જો કોઈ મહિલા 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લે તો તે મહિલા 12 અઠવાડિયાની રજા માટે પણ પાત્ર છે. આ રજાઓ દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કંપની તેમને તેમનો પૂરો પગાર પણ આપતી રહે છે. આ પગાર પ્રસૂતિ રજા શરૂ થાય તે દિવસથી તે સમાપ્ત થાય ત્યાં સુધી આપવામાં આવે છે.
કેટલી વખત મળે મેટરનિટી લિવ ?
હવે સવાલ એ થાય છે કે મહિલાઓ કેટલા બાળકો માટે આ રજા લઈ શકે છે? તો કોઈપણ મહિલા બે બાળકોના જન્મ માટે જ મેટરનિટી લિવ લઈ શકે છે. મતલબ કે જો તે ત્રીજા બાળકને જન્મ આપે અને રજા લેવા માંગતી હોય તો પણ તે પ્રસૂતિ રજા લઈ શકતી નથી.
કાયદો શું કહે છે?
મેટરનિટી લીવ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 મુજબ, સગર્ભા સ્ત્રીઓ 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા માટે પાત્ર છે. આ રજાઓ મહિલાની ડિલિવરીનાં આઠ અઠવાડિયાં પહેલાં શરૂ થઈ શકે છે. જો કે તેની સાથે કેટલાક નિયમો પણ છે. જેમ કે મહિલાઓ આ રજા ફક્ત પ્રથમ બે ગર્ભાવસ્થા માટે જ લઈ શકે છે. જો ત્રીજા બાળકનો જન્મ થવાનો છે તો આ રજાનો સમયગાળો માત્ર 12 અઠવાડિયા જ હોય છે.