યુપીના બુલંદશહેરમાં એક દુખદ ઘટના થઈ. ત્યાં ફરાના ગામમાં 22 વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીની હડકવા થવાથી મોત થયું હતું. આ માર્ચ 2025ના સમય દરિયાન શ્વાનનું નાનું બચ્ચું તેને કરડ્યું હતું. હવે એવામાં સાવલો એ થાય છે કે હડકવા કેટલું ખતરનાક હોય છે અને તે શરીરમાં કેટલી ઝડપથી ફેલાય છે?


મીડિયા રિપોર્ટ મુજબ, ઈન્ટર સ્ટેટ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા બ્રિજેશ પ્રો કબડ્ડી લીગની તૈયારી કરતો હતો. માર્ચ 2025ના સમય દરમિયાન તેના ગામના એક નાની ગટરની નાળીમાં શ્વાનનું નાનું બચ્ચું ડુબી રહ્યું હતું. બ્રિજેશે તેને બચાવવાની કોશિશ કરી ત્યારે તે બચ્ચાએ તેની બે આંગળીએ બટકું ભરી લીધું.

બ્રિજેશનું શરીર સુન્ન પડવા લાગ્યું!

બ્રિજેશે તેને સામાન્ય ઘા સમજીને ઈગ્નોર કર્યું અને બે મહિના પછી જૂન 2025એ બ્રિજેશનો ડાબો હાથ સુન્ન પડી ગયો અને ઠંડો પડી ગયો હોય તેવા લક્ષણો દેખાવા લાગ્યા હતા. ધીરે-ધીરે તેનું આખું શરીર સુન્ન પડવા લાગ્યું અને તેને હવા-પાણીથી ડર લાગવા લાગ્યો. તપાસ બાદ બ્રિજેશને હડકવા થવાની પુષ્ટી કરી હતી. ત્યારબાદ 27 જૂને તેમનું નિધન થયું હતું.

હડકવા કેટલો ખતરનાક છે?

હડકવા એ એક જીવલેણ વાયરલ રોગ છે જે હડકવા વાયરસથી થાય છે. આ ન્યુરોટ્રોપિક વાયરસ માનવીના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેના કારણે મગજમાં તીવ્ર બળતરા થાય છે. તેને હાઇડ્રોફોબિયા અથવા વોટર ફોબિયા પણ કહેવામાં આવે છે, કારણ કે તેના લક્ષણોમાં પાણીનો ડર શામેલ છે. હડકવા મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓ, ખાસ કરીને શ્વાનઓના કરડવાથી ફેલાય છે. WHO અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 26,000 થી 59,000 લોકો હડકવાને કારણે જીવ ગુમાવે છે. આમાંથી 95 ટકાથી વધુ કેસ એશિયા અને આફ્રિકામાં નોંધાય છે.

શરીરમાં હડકવા કેટલી ઝડપથી ફેલાય છે?

હડકવા વાયરસનો ફેલાવો ઘણા કારણોથી થાય છે. ક્યાં કરડ્યો, ઘાની ઊંડાઈ અને વાયરસનું પ્રમાણ આ માટે જવાબદાર છે. હડકવા વાયરસ પ્રાણીના ડંખના સ્થળેથી પેરિફેરલ ચેતા દ્વારા મગજમાં પહોંચે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 1 થી 3 મહિનાનો સમય લાગે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમાં એક અઠવાડિયાથી ઓછો અથવા એક વર્ષથી વધુ સમય લાગી શકે છે.

હડકવાના વાયરસ મગજ સુધી કેવી રીતે પહોંચે છે?

શરીરમાં પ્રવેશ: હડકવાના વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીના લાળ દ્વારા ઘામાં પ્રવેશ કરે છે. તે શ્વાન, બિલાડી, વાંદરા, ચામાચીડિયા અથવા અન્ય સસ્તન પ્રાણીઓના કરડવાથી, ખંજવાળવાથી અથવા ચાટવાથી ફેલાય છે. જો માથા અથવા ચહેરા પર ઊંડા ઘા હોય, તો વાયરસ ઝડપથી ફેલાય છે.

પેરિફેરલ ચેતા સુધી પહોંચવું: કઈ જગ્યાએ કરડ્યું, વાયરસ સ્નાયુઓ અને ચેતાઓમાં પ્રવેશ કરે છે અને ચેતાતંત્ર દ્વારા મગજ તરફ આગળ વધે છે. ડંખના સ્થળ અને મગજના અંતરના આધારે તેની ગતિ દરરોજ 3 થી 12 મીમી હોઈ શકે છે.

મગજમાં બળતરા: એકવાર વાયરસ મગજમાં પહોંચી જાય, પછી તે તીવ્ર બળતરાનું કારણ બને છે. આનાથી ન્યુરોલોજીકલ નુકસાન થાય છે, જે લકવો, કોમા અને મૃત્યુ થઈ શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: