આજકાલ લોકો હેલ્ધી ઇટિંગ તરફ વધ્યા છે. લોકો તળેલાં-વધુ તેલવાળું છોડીને સ્ટીમ અને બાફેલો ખોરાક વધારે પસંદ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે બન્નેમાંથી વધારે ફાયદાકારક શું છે. આવો જાણીએ


શરીરને વધારે હેલ્ધી રાખવા માટે સ્ટીમ કે બાફેલુંને ખાવાની સલાગ આપવામાં આવતી હોય છે. આ બન્ને ખાવાની ક્વોલિટી અને ન્યુટ્રિશયન બનાવી રાખવામાં મદદ મળે છે. એના માટે લોકો શાકભાજીથી હેલ્ધી ખાવાની શરૂઆત કરે છે. કોઇ શાકભઆજીને બાફીને તો કોઇ સ્ટીમ કરીને તેનું સેવન કરે છે.

સ્ટીમ કે ઉકાળેલાં શાકભાજી ફાયદાકારક ?

ખોરાકને બાફવાથી તેનું પોષણ જળવાઈ રહે છે.જે સ્વાસ્થ્યને ઘણાં ફાયદા આપે છે. જેમ કે પાચનતંત્ર સુધરે છે, કોલસ્ટ્રોલ લેવલ બનેલું રહે છે અને ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે જ સમયે, જો તમે ખોરાકને ઉકાળીને રાંધો છો તો તે પણ ફાયદાકારક છે.પરંતુ બન્નેમાં કોની પસંદગી કરવી તેને લઇને પ્રશ્ન ઉભો થાય છે. પરંતુ ડોક્ટરોના મતે સ્ટીમ કરેલો ખોરાક વધારે ફાયદાકારક હોય છે.

સ્ટીમ કરેલા શાકભાજીમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટતાં નથી. પરંતુ જો તે જ શાકભાજીને બાફો છો તો તે પાણી દ્વારા તેના વિટામિન્સ મિનરલ્સ નીકળી જાય છે. ખાસ કરીને વિટામિન્સ સી, બી-કોમ્પલેક્સ અને એન્ઝાઇમ. તો જો કોઇએ પણ ઝડપથી વેઇટ લોસ કરવું છે અથવા ઇમ્યુનિટી બુસ્ટ કરવી છે અથવા સ્કીન ગ્લો ઝડપથી જોઇએ છો તો સ્ટીમ ફૂડનું સેવન અવશ્ય કરવું જોઇએ.


  • Follow us on: