લાઈફસ્ટાઈલ બગડવા પર તમને વિવિધ પ્રકારની સમસ્યા થવા લાગે છે. યુરિક એસિડ, સુગર અમે બીપી પણ એક પ્રકારના રોગ જ છે. હાઈ યુરિક એસિડની સમસ્યા એટલી ગંભીર થઈ જાય છે કે લોકોએ તેનાથી છુટકારો મેળવવા માટે મેડિકલ હેલ્પ લેવી પડે છે. જણાવી દઈએ કે યુરિક એસિડ આપણા શરીરમાં બનતુ એક પ્રકારનું એસિડ છે. જે શરીરની જરુરિયાત છે. તે હાઈ થઈ જાય ત્યારે તેનાથી તકલીફ ઉભી થાય છે. એવામાં અમે તમને સરળ ઉપાયો જણાવીયે છીએ, જે દરેક લોકો ટ્રાય કરી શકે છે.   


શું કહે છે એક્સપર્ટ?

એક્સપર્ટે જણાવ્યું હતું કે જો કોઈના શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધે છે તો તેના સાંધાઓ, નસો અને મસલ્સમાં દુખાવો થાય છે. જો તમને આ ભાગમાં સોજો જોવા મળે તો શરીરમાં યુરિયા એસિડ વધવાના લક્ષણો છે. જેમાં દર્દીઓ કેટલાક ઘરેલુ ઉપાયો ટ્રાય કરી શકે છે. જે ફક્ત 21 દિવસમાં તમારા શરીરમાંથી યુરિક એસિડના પ્રમાણને ઓછુ કરી દેશે.

આ છે ઘરેલુ ઉપાય

આ એક પ્રકારનું ઘરે બનાવેલું ડ્રિંક છે. જો કોઈ નિયમિત રીતે ખાલી પેટે તેને પીવાનું શરુ કરી દે તો ફક્ત 21 દિવસની અંદર ફેરફાર જોવા મળે છે. આ ડ્રિંકને બનાવવું પણ ખૂબ સરળ છે. આ ડ્રિંક બનાવવા માટે તમારે ફક્ત બે વસ્તુની જરુર પડશે. એક ચમચી અજમા અને એક ચમચી આદુ. આ બંનેને એક ગ્લાસ પાણીમાં લઈને તેને સખત ઉકાળો. ત્યારબાદ તેને ઠંડુ કરીને ખાલી પેટે રોજ સવારે પીઓ.  

આ ડ્રિંક પીવાના ફાયદા - 

  • યૂરિક એસિડનું સ્તર ઘટશે. 
  • ટોક્સિક અને વેસ્ટ બહાર નિકળશે. 
  • ઈમ્યુનિટી વધશે.  
  • બ્લડ સરક્યૂલેશન કન્ટ્રોલ થશે. 
  • બોડી પેઈન ઓછુ થશે.  
  • બોડી ડિટોક્સ થશે. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.


  • Follow us on: