- 80 હજારને બદલે અઢી લાખ ભક્તો પહોંચ્યા
- ભક્તોના હિસાબે મેડિકલ ટીમની વ્યવસ્થા નહીં
- કૂલર અને પંખાની પણ વ્યવસ્થા કરાઈ ન હતી
યૂપીના હાથરસમાં સત્સંગ સમયે ભાગદોડ થઈ અને તેમાં 121 લોકોના મોત થયા છે. સત્સંગના સ્થળેથી ભોલે બાબા ફરાર છે. આ સમયે આયોજનકર્તાઓનું કહેવું છે કે તેઓએ 80 હજાર લોકોની ભીડની મંજૂરી માગી હતી. તેના પ્રમાણે વ્યવસ્થા કરવાની હતી પણ તે પણ પૂરી રીતે થઈ શકી ન હતી. આ સિવાય અનુમાન કરતા વધારે ભક્તો સામેલ થયા અને આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ભૂલો દુર્ઘટના માટે જવાબદાર
- એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બનાવાયા ન હતા.
- માર્કિંગ કરીને પોઈન્ટ્સ બનાવાય છે પણ ક્યાંય માર્કિંગ જોવા મળ્યું નથી.
- ઈમરજન્સી રસ્તો બનાવાયો ન હતો.
- 80 હજાર લોકોના આધારે મેડિકલ ટીમની વ્યવસ્થા પણ ન હતી.
- મેડિકલ ટીમ હતી પણ કે નહીં તે પણ તપાસનો વિષય.
- ઓછામાં ઓછી 5 એમ્બ્યુલન્સ હોવી જોઈએ. પણ એક પણ ન હતી.
- ભીડના આધારે ખાસ કૂલર અને પંખાની વ્યવસ્થા કરાઈ ન હતી.
- આ સાથે ભક્તોને મેનેજ કરવા માટે વોલેન્ટિયર પણ ઓછા હતા.
- પ્રશાસનની તરફથી ફોર્સ પણ નહીં જેવી હતી.
- ખાવા પીવાની વસ્તુઓની વ્યવસ્થા ન હતી.
- જે રસ્તા પરથી બાબાનો કાફલો પસાર થવાનો હતો ત્યાં બેરિકેડિંગની વ્યવસ્થા ન હતી.
- આયોજકોએ જે પરમિશન લીધી તેમાંથી કોઈનું પણ પાલન કરાયું ન હતું.
- મેદાનને સમતલ કરીને 10 એકર જગ્યા કરવાની હતી જે કરાઈ ન હતી.
- મેદાનની તારે તરફ આવવા જવાના રસ્તા બનાવવાના હતા જે બનાવાયા નહીં. નાનો કાચો રસ્તો બનાવી દેવાયો.
- પરમિશન લેવામાં અને આપવામાં બંને તરફથી બેદરકારી જોવા મળી.
સેવકોની ફોજનું નામ નારાયણી સેના
બાબા પોતાની સુરક્ષા માટે મહિલા અને પુરુષ ગાર્ડ સાથે રાખે છે. તેઓએ પોતાના સુરક્ષાકર્મીની ટીમને નારાયણી સેના નામ આપ્યું છે. આ સેના આશ્રમથી લઈને પ્રવચન સ્થળ સુધી બાબાની સેવા કરે છે. ભોલે બાબા પોતાના સેવાદારોને પોતાની સુરક્ષામાં રાખે છે. સેવાદાર એક ખાસ પ્રકારનો ડ્રેસ કોડ પહેરે છે.
બાબા માટે બનાવાયો હતો અલગ રસ્તો
ભોલે બાબાના સત્સંગમાં સંપૂર્ણ વ્યવસ્થા સેવાદારોના હાથમાં હોય છે. કેટલાક શિષ્યો પોલિસના છે, તેમાંથી કેટલાકને અવસર મળે તો પ્રવચનના સમયે આવી જાય છે. પ્રવચન સ્થળ સુધી બાબા માટે અલગ એક રસ્તો બનાવાયો હતો. આ માર્ગ પર બાબાનો કાફલો નીકળવાનો હતો. આ સિવાય અહીં કોઈને જવાની મંજૂરી ન હતી.