- બાબાના સેવકોએ ભક્તોના ચંપલો ખેતરમાં ફેંકી દીધા
- સબૂત છુપાવવાની કલમ પણ થઈ લાગુ
- 80 હજારને બદલે કાર્યક્રમમાં અઢી લાખ ભક્તો હાજર હતા
યૂપીના હાથરસની દુર્ઘટનામાં અત્યાર સુધી 121 લોકોના મોત થયા છે. હવે એવી જાણકારી સામે આવી છે જેના કારણે તમને આશ્ચર્ય થઈ શકે છે. બાબાના સેવકોએ સબૂત છુપાવવા માટે લોકોના ચંપલ પણ ફેંકી દીધા. જેના કારણે મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર સહિત અન્ય આયોજકો, સેવાદારોની સામે હત્યાની કલમને લઈને કેસ નોંધાયો છે. આ સાથે જ સબૂત છુપાવવાની કલમ પણ લગાવવામાં આવી છે.
80 હજારને બદલે કાર્યક્રમમાં અઢી લાખ ભક્તો હાજર હતા
હાથરસ કેસમાં તપાસમાં જાણવા મળ્યું છે તેમાં એફઆઈઆરના આધારે ઘટના સમયે અહીં અઢી લાખ ભક્તો હતો. આયોજકોએ 80 હજાર લોકોની પરમિશન લીધી હતી. આયોજકોની તરફથી ટ્રાફિક મેનેજમેન્ટની કોઈ વ્યવસ્થા ન હતી. ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોના ચંપલને પાસેના ખેતરમાં સબૂત છુપાવવાની આશા સાથે ફેંકી દેવામાં આવ્યા હતા.
શું છે આ માટી સાથે જોડાયેલી માન્યતા
તપાસમાં એ વાત પણ સામે આવી છે કે બાબા જ્યાં પગ રાખે છે તે માટીને ભક્તો પવિત્ર માને છે. માન્યતા છે કે એ માટીને ઘરે લઈ જવાથી અનેક કષ્ટ દૂર થાય છે. મહિલાઓ તેને પાલવમાં બાંધી લે છે. બાબાના માર્ગમાં રંગોળી કરવામાં આવે છે. આ રંગોળીના રંગથી મળેલી ધૂળને મહિલાઓ પાલવમાં બાંધે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. આ ચમત્કારી માટીના લોભે અનેક લોકો આવ્યા અને ભાગદોડમાં પરિવારના લોકોને ખોવ્યા.
સૌથી વધુ મોત મહિલાઓના
મળતી માહિતિ અનુસાર આ ઘટનાને લઈને યૂપીના મુખ્ય સચિવ મનોજકુમાર સિંહે કહ્યું કે કુલ 121 લોકોના મોત થયા છે જેમાં 7 બાળકો, 1 પુરુષ સિવાય તમામ મહિલાઓ છે. આ સાથે ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થથયા છે. અનેક મહિલાઓ તો દૂરના વિસ્તારમાંથી સત્સંગ માટે આવી હતી.