- દિલ્હી લિકર પોલીસી કેસ મામલે કેજરીવાલની મુશ્કેલીઓ વધી
- ગોવા ચૂંટણીમાં ભંડોળ મામલે ચરણપ્રીત સિંહની ધરપકડ
- CM અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ
દિલ્હી લિકર પોલીસી કેસ અને મની લોન્ડરિંગ કેસમાં EDએ ચરણપ્રીત સિંહની ધરપકડ કરી છે, જેમણે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભંડોળનું કથિત રીતે વ્યવસ્થા ગોઢવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોર્ટે સિંહને 18 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચરણપ્રીત સિંહે જૂન 2022થી માર્ચ 2022 સુધી AAPના ગોવા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને તેને ફેબ્રુઆરી 2022માંAAPએ ચૂકવણી કરી હતી. ચરણપ્રીત સિંહને દિલ્હી સરકારમાં PR કામ કરવા માટે WIZSPK કોમ્યુનિકેશન તરફથી 55 હજાર રૂપિયા મળ્યા હતા. આ કંપની દિલ્હી સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત તેઓ વિજય નાયરની સાથે AAPના ઘણા નેતાઓ સાથે પણ જોડાયેલા હતા.













