- દિલ્હીમાં શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિનો કાર્યક્રમ
- 1984માં થયેલા રમખાણોને યાદ કર્યા
- 2014 સુધી કોઇને પણ સજા કે જેલ ન થઇ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહે દિલ્હીમાં શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં સંબોધન દરમિયાન 1984માં થયેલા શીખ વિરોધી થયેલી ઘટના અંગેની વાત કરી હતી. જેમાં શીખ સમુદાયને અન્યાય થયો હતો. એ મુદ્દા પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે 1984ના શીખ વિરોધી જે ઘટના બની હતી. એના પીડિતોને મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જ ન્યાય મળ્યો હતો. રમખાણો સંબંધિત 300 કેસ ફરીથી ખોલવામાં આવ્યા અને દરેક પીડિત પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.
મોદી સરકારના આવ્યા પછી ન્યાય મળ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે 1984માં બનેલી ઘટનાને કોઈ ભૂલી શકશે નહીં. મોદી સરકાર સત્તામાં આવી ત્યાં સુધી કોઈને સજા થઈ ન હતી. ઘણી તપાસ સમિતિઓ બની પણ પરિણામ કંઇ ન આવ્યું. પરંતુ જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તેમણે SITની રચના કરી અને 300 કેસ ફરીથી ખોલવામાં આવ્યા અને દોષિતોને જેલ મોકલવામાં આવ્યા.
શીખ ગુરુઓને આપી શ્રદ્ધાંજલિ
શીખ ગુરુઓને શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- હું મારું માથું નમાવીને શીખ ધર્મની ગુરુ પરંપરાને નમન કરું છું. દેશ માટે નવમા ગુરુ તેગ બહાદુરનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જ્યારે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપવાની વાત આવે છે, ત્યારે સાચો શીખ ક્યારેય પાછું વળીને જોતો નથી. નવી દિલ્હીમાં શીખના એક કાર્યક્રમમાં આમંત્રણને ખાસ માન આપીને શાહ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં સંબોધન કરતી વખતે તેમણે આ પ્રકારની વાત કરી હતી.