સાંજે 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સામાચારોની વાત કરીએ તો, ગુજરાતમાં રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે તેવામાં પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા જેને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે. વધુમાં રાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો, ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને શનિવારે મોટો આંચકો લાગ્યો જ્યારે રાંચીની વિશેષ PMLA કોર્ટે તેમને જમીન કૌભાંડ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો. આ સાથે જ વિશ્વના સમાચારોમાં અમેરિકામાં એક દુ:ખદ ઘટના બની જેમાં માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય મહિલાઓના મોત થયા છે. વધુ સમાચારો જાણો એક ક્લિકમાં...




Rajkot News: મને હેરાન કરવાનું કાવતરું : પદ્મિનીબા

રાજ્યમાં રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે તેવામાં પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા જેને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે.

Amit Shah in Gujarat : મનસુખ વસાવા ચિપકુ માણસ છે તે જીતશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. સવારે જામકંડોરણમાં જાહેરસભાને સંબોધ્યા બાદ આજની બીજી સભા ભરૂચના ખડોલી ગામમાં સંબોધવા માટે પહોંચી ચૂક્યા છે.

Lok Sabha Election 2024: ECએ 26 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, આ કારણ જવાબદાર

પૂર્વ ત્રિપુરા સંસદીય મતવિસ્તારમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થયો હતો અને અંતિમ અહેવાલ પ્રાપ્ત થાય ત્યાં સુધી રાજ્યમાં કુલ 79.66 ટકા મતદાન નોંધાયું હતું.

Jharkhand: હેમંત સારેનને ફટકાર, PMLA કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને શનિવારે મોટો આંચકો લાગ્યો જ્યારે રાંચીની વિશેષ PMLA કોર્ટે તેમને જમીન કૌભાંડ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો.

Lok Sabha Election 2024: ઉદ્ધવ ઠાકરે પહેલીવાર કોંગ્રેસને આપશે વોટ..! જાણો કેમ?

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડને સમર્થન આપવાની જાહેરાત કરી છે. માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેએ વર્ષાને આશીર્વાદ પણ આપ્યા હતા.

UFO Mystery News: એક લાખ 40 હજાર વર્ષ જુનો ભેદ ઉકેલાયો, જાણો

એક રહસ્ય બાલ્ટિક સમુદ્રમાં છુપાયેલું હતું, જે એક લાખ 40 હજાર વર્ષ જૂનું કહેવાય છે. વાસ્તવમાં, બાલ્ટિક સમુદ્રના તળિયે એક વિચિત્ર વસ્તુ હાજર મળી હતી, જે પહેલા UFO હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ સત્ય શોધી કાઢ્યું છે, તે રહસ્યમય વસ્તુ શું છે?

Pakistan News: ઈમરાન ખાનનું નિવેદન દેશની આઝાદી સાથે કોઈ બાંધછોડ નહિં કરું

પાકિસ્તાનના વડાપ્રધાને થોડા દિવસ પહેલા દેશના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી ત્યારે તેમને ઇમરાન ખાન તરફ મિત્રતાનો હાથ લંબાવવા વિનંતી કરવામાં આવી હતી.

USA News: અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતની 3 મહિલાઓના મોત

અમેરિકામાં એક દુ:ખદ ઘટના બની જેમાં માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય મહિલાઓના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી. જેમાં રેખા પટેલ, સંગીતા પટેલ અને મનીષા પટેલનો સમાવેશ થાય છે.

IPL 2024 વચ્ચે MIને લાગ્યો મોટો ઝટકો, બીમારીના કારણે ઘાતક ખેલાડી બહાર

IPL 2024 વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈની સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. MIએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, પરંતુ તેમાંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે.

શું ઝિન્ટાની ટીમ જીતી ગઈ? પંજાબ કિંગ્સે આપ્યો સલમાન ખાનના ટ્વિટનો જવાબ

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં, આ ટીમ IPL ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. પંજાબને જીતવા માટે 262 રનનું લક્ષ્ય હતું, પરંતુ સેમ કરનની ટીમે 18.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો.

  • Follow us on: