- IPL 2024 વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો
- મુંબઈ ઈન્ડિયન્સની પોઈન્ટ ટેબલમાં સ્થિતિ પહેલાથી જ ખરાબ
- દિલ્હી સામેની મેચમાં ગેરાલ્ડ કોએત્ઝી પેટની બિમારીના કારણે બહાર
IPL 2024 વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈની સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. MIએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, પરંતુ તેમાંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ જો પ્લેઓફમાં રમવા માંગે છે તો તેને બધી જ મેચ જીતવી જરૂરી છે. આવામાં દિલ્હી સામેની મેચમાં મુંબઈનો ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી પેટની બિમારીના કારણે રમી રહ્યો નથી.
ફેન્સ માટે ખરાબ સમાચાર
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા મુંબઈના કરોડો ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈનો એક ઘાતક ખેલાડી પેટની બિમારીના કારણે ટીમની બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને દિલ્હી સામે રમાડવામાં આવી રહ્યો નથી. મુંબઈના કેપ્ટન હાર્દિકે દિલ્હી સામે કોએત્ઝીને પડતો મૂક્યો છે અને તેની જગ્યાએ ઈંગ્લેન્ડના વિસ્ફોટક ખેલાડી લ્યુક વૂડને ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં ચાહકો આજે કોએત્ઝીને મિસ કરી શકે છે.
IPLની આ સિઝનમાં ખેલાડીઓનું પ્રદર્શન
કોએત્ઝી ખૂબ જ સારા ફોર્મમાં છે. આ ખેલાડીએ આ સિઝનમાં કુલ 8 મેચ રમી છે, જેમાં તેણે 24ની એવરેજથી 12 વિકેટ ઝડપી છે. તે પર્પલ કેપની રેસમાં પણ છે, પરંતુ હવે તેની બહાર નીકળી જવું મુંબઈ માટે મોટો ફટકો છે. આ મેચ બાદ મુંબઈને હજુ 5 મેચ રમવાની છે. હવે કોએત્ઝી આ આઈપીએલમાં વાપસી કરી શકશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.