- પંજાબ સામે કોલકાતાની IPL ઈતિહાસમાં શરમજનક હાર
- કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 261 રન બનાવ્યા હતા
- પંજાબે આ લક્ષ્ય 18.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ઈતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે KKR આસાનીથી મેચ જીતી જશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. લક્ષ્યનો પીછો કરતા પંજાબે 18.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. કુલ 261 રન બનાવ્યા પછી પણ KKR કેવી રીતે હારી ગયું? KKRની હારના ત્રણ મોટા કારણો શું છે?
1- ઝડપથી વિકેટ લેવામાં સક્ષમ ન હોવું
262 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબ કિંગ્સની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં કોલકાતાની ટીમ પંજાબની શરૂઆતની વિકેટ ઝડપી શકી નહોતી. પંજાબ કિંગ્સની ઝડપી વિકેટ લેવામાં અસમર્થતા KKR માટે મોટી સમસ્યા બની ગઈ હતી. KKRએ પંજાબની માત્ર 2 વિકેટ લીધી જેમાં એક રન આઉટનો સમાવેશ થાય છે. 262 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે જો તમે પાવર પ્લેમાં 2-3 વિકેટ ઝડપી લો તો સામેની ટીમ માટે આટલા મોટા સ્કોરનો પીછો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
2- બોલિંગ વિભાગ ફ્લોપ
કુલ 261 રનનો બચાવ કરતી વખતે કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ ઘણી નબળી રહી હતી. ટીમની બોલિંગમાં કોઈ પ્લાન દેખાતો ન હતો. યોજના મુજબ બોલિંગ ન કરવી એ KKRની હારનું મુખ્ય કારણ બન્યું. સુનીલ નારાયણ સિવાય ટીમના તમામ બોલરોની ધોલાઈ થઈ હતી. નારયણની 4 ઓવર 15મી ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી. તેની એક ઓવર પાછળથી બચાવી શકાઈ હોત.
3- બેરેસ્ટોની શાનદાર ઈનિંગ
ટાર્ગેટનો પીછો કરતા જોની બેરસ્ટોએ પંજાબ કિંગ્સ માટે 48 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 108* રનની ઇનિંગ રમી હતી. બેરસ્ટો ઓપનિંગમાં આવ્યો હતો અને અંત સુધી અણનમ રહ્યો હતો. બેરસ્ટોને આઉટ કરવામાં KKRની અસમર્થતા ઘણી મુશ્કેલ બની ગઈ હતી. બેયરસ્ટોએ તેની વિસ્ફોટક બેટિંગને કારણે પંજાબનો પીછો ખૂબ જ સરળ બનાવી દીધો હતો.