- સિકંદર રઝા દેશ પરત ફર્યો
- બાંગ્લાદેશ સામે ટી20 સીરીઝ રમવા માટે પરત ફર્યો ખેલાડી
- ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે 5 ટી-20 મેચ 3 મેથી થશે શરૂ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 42મી મેચમાં શુક્રવારે પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે પંજાબે તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. મેચ બાદ PBKS માટે ખરાબ સમાચાર આવ્યા. સિકંદર રઝા બાંગ્લાદેશ સામે ટી20 સીરીઝ રમવા માટે પોતાના દેશ પરત ફર્યો છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે, જે 3 મેથી શરૂ થશે.
T20 વર્લ્ડકપની તૈયારી કરશે
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા રાષ્ટ્રીય ફરજના કારણે પોતાની ટીમ સાથે જોડાઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી માટે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે. જે આ તારીખોએ યોજાવવા જઈ રહી છે.
- 1લી T20: 3 મે- ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ
- બીજી T20: 5 મે- ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ
- ત્રીજી T20: 7 મે- ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ
- ચોથી T20: 10 મે- શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ
- પાંચમી T20: 12 મે- શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ
IPL 2024માં સિકંદર રઝાનું પ્રદર્શન
રઝાને આઈપીએલ 2024માં વધુ તકો મળી ન હતી. આ ઓલરાઉન્ડરે 2 મેચ રમી અને 43 રન બનાવ્યા. બોલિંગમાં તેને કોઈ સફળતા મળી ન હતી. રઝાએ ગુજરાત ટાઇટન્સ સામે 15 રન અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 28 રનની ઇનિંગ રમી હતી. રઝાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 81 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 25.39ની એવરેજ અને 134.44ની સ્ટ્રાઈક રેટથી 1854 રન બનાવ્યા છે. 70 ઇનિંગ્સમાં 58 આઉટ પણ કર્યા હતા.