• ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ અને ગિલની થશે છુટ્ટી
  • ટીમને સારી શરૂઆત અપાવવામાં માહિર છે આ ખેલાડી
  • રોહિત- અભિષેકની જોડી કરી શકે છે કમાલ

આ વખતે ફેન્સની નજર ટી20 વર્લ્ડકપ 2024ને માટે નક્કી થનારી ટીમ ઈન્ડિયા પર અટકી છે. બીસીસીઆઈ જલ્દી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ આઈપીએલ 2024માં ધમાલ મચાવી રહ્યા છે. આ ખેલાડીમાંથી વિશ્વકપને માટે ટીમની પસંદગી કરવામાં આવશે.

આ ખેલાડી બની શકે છે રોહિતનો જોડીદાર

અનેક યુવા અનકેપ્ડ ખેલાડી આ વખતે વિશ્વકપને માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે. તો એક ખેલાડી છે જે આ વખતે વર્લ્ડકપમાં રોહિત શર્માનો જોડીદાર બની શકે છે. જો ખેલાડીને અવસર મળે છે તો ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલથી લઈને શુભમન ગિલનું પત્તુ કપાઈ શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મચાવી રહ્યો છે ધૂમ

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ સીઝનમાં કમાલનું ફોર્મ દેખાડી રહી છે. ખાસ કરીને હૈદરાબાદની બેટિંગની વાત કરીએ તો તે અન્ય ટીમોથી મજબૂત છે. સલામી જોડીની વાત કરીએ તો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની વાત કરીએ તો આ બંને ખેલાડી વિપક્ષી બોલર્સની ધોલાઈ કરી રહ્યા છે.

 

અભિષેક શર્માનો ટી20 ટીમમાં સામેલ કરવાની ચર્ચા

અભિષેક શર્માને હવે ટી20 વર્લ્ડકપ 2024માં સામેલ કરવાની માંગ થઈ રહી છે. અભિષેકના આઈપીએલ 2024ના પ્રદર્શનની વાત કરીએ તો આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે સલામી બેટ્સમેનના રૂપમાં સારું પરફોર્મન્સ આપી શકે છે. અભિષેક ટીમને સારી શરૂઆત અપાવવામાં માહિર છે.

આ કિસ્સામાં અભિષેક રોહિતથી પણ આગળ

આઈપીએલ 2024માં અભિષેક શર્મા કમાલની બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી અભિષેક શર્માએ આ સીઝનની 8 મેચ રમી ચે. તેના નામે 288 રન છે અને સાથે તેનો સ્ટ્રાઈક રેટ 218નો છે. આ સમયે અભિષેક 21 ફોર અને 26 સિક્સ લગાવી ચૂક્યો છે. આઈપીએલ 2024ના પાવર પ્લેમાં સૌથી વધુ સિક્સ લગાવનારામાં અભિષેક શર્મા મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માથી પણ આગળ છે. આ સીઝનમાં અભિષેકે પાવર પ્લેમાં 18 સિક્સ લગાવી છે તો રોહિતે 13 સિક્સ લગાવી છે.  

  • Follow us on: