- જાણો 4 ગ્રૂપમાં કોણ -કોણ થયું સામેલ
- ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ થશે સામેલ
- 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચ રમાશે
ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલાથી ચર્ચાઓ શરૂ થઈ છે. ટૂર્નામેન્ટ માટે અત્યાર સુધીમાં ટીમની જાહેરાત થઈ નથી. એવામાં પૂર્વ ક્રિકેટર સતત પોતાની રીતે ટીમની પસંદગી કરી રહ્યા છે. આ સમયે ટી20 વર્લ્ડકપ 2027ના પ્લેયર ઓફ ધ મેચ યુવરાજ સિંહે ભવિષ્યવાણી કરી છે. યુવરાજે કહ્યું કે કઈ ટીમ આ વખતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકે છે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામેલ છે.
55 મેચ રમાશે
ટી20 વર્લ્ડકપ 2024માં આ વખતે 20 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં કુલ 55 મેચ રમાશે. તમામ ટીમોના 5-5ના 4 ગ્રૂપ રહેશે. ભારતને ગ્રૂપ એમાં જગ્યા મળી છે. આ ગ્રૂપમાં પાકિસ્તાન, આર્યલેન્ડ, કેનેડા અને યૂએસએને જગ્યા મળી છે. આ સિવાય ગ્રૂપ બીમાં ઈંગ્લેન્ડ, ગ્રૂપ સીમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન અને ગ્રૂપ ડીમાં સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેલ છે.
ભારતીય ટીમ ગ્રૂપ A માં
ગ્રૂપ A- ભારત, પાકિસ્તાન, આર્યલેન્ડ, કેનેડા, યૂએસએ
ગ્રૂપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રૂપ C- ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
ગ્રૂપ D- સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ
આવું છે ભારતીય ટીમનું શિડ્યુલ
ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા આર્યલેન્ડ સાથે ટકરાશે. આ પછી 9 જૂને ભારત-પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. આ પછી રોહિત શર્મા એન્ડ કંપની 12 જૂને અમેરિકા અને 15 જૂને કેનેડા સાથે ટકરાશે.
5 જૂન - આર્યલેન્ડ- ન્યૂયોર્ક
9 જૂન પાકિસ્તાન- ન્યૂયોર્ક
12 જૂન - યૂએસએ- ન્યૂયોર્ક
15 જૂન- કેનેડા-ફ્લોરિડા