• પંજાબ કિંગ્સે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું
  • જોની બેરસ્ટોએ ફટકારી અણનમ સદી
  • IPLમાં આ સૌથી મોટો રનચેઝ કર્યો છે

IPL 2024ની 42મી મેચમાં પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ 75 અને સુનીલ નારાયણે 71 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં PBKSએ 18.4 ઓવરમાં 262 રન બનાવ્યા હતા. IPLમાં આ સૌથી મોટો ચેઝ છે. મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા હતા. આ સિવાય આ 3 ખેલાડીઓ પંજાબની જીતના હીરો હતા.

IPLમાં સૌથી વધુ લક્ષ્યનો પીછો

  • 262 રન: PBKS vs KKR (2024)*
  • 224 રન: RR vs KKR (2024)
  • 224 રન: RR vs PBKS (2020)
  • 219 રન: MI vs CSK (2021)
  • 215 રન: RR vs DEC (2008)
  • 215 રન: SRH vs RR (2023)
  • 215 રન: MI vs PBKS (2023)

IPLમાં સૌથી વધુ 200 રન ચેઝ

  • 7 – PBKS*
  • 5 – MI
  • 3-RR
  • 3 – CSK
  • 3 – KKR
  • 3 – LSG

પ્રભસિમરન સિંહ

262 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પ્રભસિમરન સિંહએ શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 270ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 54 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. જોકે, પ્રભસિમરન કમનસીબે રનઆઉટ થયો હતો. તેની અને જોની બેરસ્ટો વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાઈ હતી.

જોની બેરસ્ટો

ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા જોની બેરસ્ટોએ કોલકાતા સામે સદી ફટકારી હતી. તેણે 48 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 8 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. રિલે રૂસોની સાથે તેણે બીજી વિકેટ માટે 85 રન જોડ્યા હતા. આ ઉપરાંત તેની અને શશાંક સિંહ વચ્ચે 84 રનની ભાગીદારી થઈ હતી.

શશાંક સિંહ

IPL 2024માં પોતાની બેટિંગની ક્ષમતા સાબિત કરનાર શશાંક પણ આ મેચમાં રમ્યો હતો. તેણે 28 બોલમાં 68* રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા.

  • Follow us on: