• મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
  • અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કર્યું
  • બ્રિટિશ યુગના નામવાળા સ્ટેશનોના નામ બદલવામાં આવશે

મહારાષ્ટ્ર સરકારે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. શિંદે કેબિનેટે અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર તરીકે ઓળખાશે. આ સાથે મહારાષ્ટ્ર કેબિનેટે મુંબઈના આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે નિર્ણય લીધો છે કે બ્રિટિશ યુગના નામવાળા સ્ટેશનોના નામ બદલવામાં આવશે. આ સાથે, કેબિનેટે ઉત્તન (ભાઈંદર) અને વિરાર (પાલઘર) વચ્ચે સી લિન્કના નિર્માણને પણ મંજૂરી આપી છે. 

કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે 2.5 એકર જમીન ખરીદવાનો નિર્ણય પણ સામેલ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં રાજ્યના બજેટમાં આ અંગેની બજેટ દરખાસ્ત પહેલા જ કરવામાં આવી હતી.

  • Follow us on: