ઉત્તરાખંડમાં ઘણી એવી જગ્યા છે, જે પોતાની સુંદરતા માટે જાણીતી છે, આ સાથે ઘણી જગ્યા એવી છે જે વર્ષમાં એક વખત જ ખુલે છે. જેમાં કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. જે એપ્રિલ અથવા માર્ચ મહિનામાં ખુલે છે અને ઠંડીમાં બંધ થઈ જાય છે. જેમાં છે એક ફૂલોની વાદીઓ જેને ફૂલોથી સજાવેલુ સ્વર્ગ પણ કહેવામાં આવે છે. ફ્લાવર ઓફ વેલી ઉત્તરાખંડના ચમોલીમાં આવેલુ છે. જેણે આ સિઝનમાં પર્યટકો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. 


આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ 1 જૂનથી ખુલી છે અને 31 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. આ વાદી રંગબેરંગી ફુલો માટે જાણીતી છે. આ વાદી ખૂલવાના પહેલા જ દિવસે 62 પર્યટકો અહીંયા પહોંચ્યા, જેમનુ વનવિભાગે ખૂબ ખુશીઓથી સ્વાગત કર્યું હતું. આ ઘાટી નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વમાં આવેલી છે અને લગઊગ 87 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેની ઉંચાઈ લગભગ 3600 મીટર છે. જેના કારણે આ જગ્યા વધારે ખાસ બની જાય છે. 

આ ફુલોની વાદી તેની જૈવ વિવિધતા માટે જાણીતી છે. અહીં તમને 300 કરતા પણ વધારે હિમાલયના ફૂલો જોવા મળશે. જેમ કે ઓર્કિડ, પોપી, પ્રિમુલા, ગેંદા, ડેઝી અને બ્રહ્મકમલ, જે ઉત્તરાખંડનું રાજપુષ્પ પણ છે. અહીંયા ઘણા પ્રકારનાી જાનવર પણ રહે છે અને વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. 






  • Follow us on: