ગૂજરાત વિદ્યાપીઠમાં ઘૂસેલા નવા શાસકોએ વિદ્યાપીઠની મિલકતોનો ખેલ પડી શકે તેમજ અન્ય મનફાવે તેવા નિર્ણયો કરી શકે એ માટે સૌ પ્રથમ 95 વર્ષ જૂના મહાત્મા ગાંધી દ્વારા ઘડાયેલા બંધારણને જડમુળમાંથી બદલી નાખ્યુ હોવાના આક્ષેપો થયાં છે. ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની ગત 12 જૂનના રોજ મળેલી બેઠકમાં સૌથી પહેલા બંધારણમાં આમુલ ફોરફરો કરાયાં. નવા બદલાયેલા બંધારણમાં કુલનાયક અને કુલ સચિવને એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવા નખ વગરના વાઘ સમાન બનાવી દીધા
વધુ વાંચો: ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા માટે 1.30 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2024માં યોજાનાર ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષાના લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મૂદત પણ આજે મંગળવારે પૂર્ણ થઈ છે. આ દરમિયાન રાજ્યમાથી કુલ 1.30 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું છે,
વધુ વાંચો: સરદાર પટેલ સ્ટેડિયમ હજુય જીર્ણશીર્ણ છતાં AMC ક્રિકેટ ટુર્નામેન્ટ યોજશે
રાજ્યની તમામ મહાનગરપાલિકના મેયર્સ અને કમિશનર્સ ટીમો વચ્ચે આગામી ફોબ્રુઆરીમાં નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે. પરંતુ સરદાર પટેલ સ્ટેડિયમમાં લાંબા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. હજી કામ પૂર્ણ થયું નથી ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મ્યુનિ.કોર્પોરેશનને યજમાનપદ લઇ લેતાં અધિકારીઓ દોડતા થઇ ગયા છે. વેજલપુર,વટવા, લાંભાના જિમ્નેશિયમને સાત વર્ષ પછી કોન્ટ્રાક્ટર મળ્યો છે. નડતરરુપ વૃક્ષ ટ્રીમીંગનો રિક્રિએશન કમિટીમાં નિર્ણય કરાયો હતો.
વધુ વાંચો: હાઉસિંગ બોર્ડના રહેવાસીઓના 173 કરોડના હપતા, 402 કરોડની પેનલ્ટી બાકી
ગુજરાત હાઉસીંગ બોર્ડના 835 કોલોનીઓના LIG, MIG, EWSના 34 હજાર મકાનો અને 42 સ્લમ ક્લીયરન્સ સેલના 27,500 મકાનો મળી કુલ 877 કોલોનીઓના કુલ 61,665 સભ્યો આગામી 31મી માર્ચ સુધીમાં બાકી હપ્તાની 173 કરોડની રકમ સામે રાજ્ય સરકાર તરફથી 402 .66 કરોડની પેનલ્ટી માફ કરી આપવાની જાહેરાત કરાઇ છે. બોર્ડની જાહેરાતને એક મહિના થયો છે. આમ છતાં બાકી હપ્તાની રકમ ધરાવતા સભ્યોમાં ઓછો રસ જોવા મળી રહ્યો છે
વધુ વાંચો: રોબર્ટ વાડરાએ કાળી કમાણીથી લંડનની પ્રોપર્ટી રિનોવેટ કરાવી : ઇડી
ઇડીએ આરોપ મૂક્યો છે કે તેઓ કાળી કમાણી થકી લંડનની એક પ્રોપર્ટી રિનોવેટ કરાવીને ત્યાં રોકાયા હતા. સંભવતઃ વચેટિયા સંજય ભંડારી સામેના મની લોન્ડરિંગ કેસને સાંકળતા આ ઘટનાક્રમમાં પહેલીવાર ઇડી તરફથી વાડરાનું નામ સામે આવ્યું છે. ભંડારી 2016માં બ્રિટન ભાગી ગયો હતો અને બ્રિટન સરકારે ઇડી તથા સીબીઆઇની કાનૂની વિનંતીના પગલે આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
વધુ વાંચો: આયુર્વેદના 10મા રાઉન્ડના ફાળવેલ 228 વિદ્યાર્થીઓના પ્રવેશ પર SCનો સ્ટે
આયુર્વેદમાં પ્રવેશના 10માં રાઉન્ડની કાર્યવાહી દરમિયાન ગુજરાતનો એક વિદ્યાર્થી સુપ્રિમ કોર્ટમાં જતા પ્રવેશ કાર્યવાહી અટકી પડી છે. 10માં રાઉન્ડમાં કુલ 228 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવ્યો હતો, જેમાથી 76 જેટલા વિદ્યાર્થીઓએ તો ફી ભરી પ્રવેશ કન્ફર્મ પણ કરાવી દીધો છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રવેશ કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો છે.
વધુ વાંચો: એન્જિનિયરિંગ કોલેજોમાં કરાર આધારિત પ્રોફોસર્સને નિયમિત પગાર નહીં : HC
રાજયની એન્જીનીયરીંગ કોલેજોના કરાર આધારિત આસીસ્ટન્ટ પ્રોફેસરોને રેગ્યુલર અને એડહોક પ્રોફેસરોની જેમ પે સ્કેલ, વાર્ષિક પગારધોરણ અને અન્ય આનુષંગિક લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નીલય વી. અંજારિયા અને જસ્ટિસ સી માનવેન્દ્રનાથ રોયની ખંડપીઠે ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. અરજદાર આસીસ્ટન્ટ પ્રોફેસરો તરફ્થી એ મતલબની રજૂઆત કરાઇ હતી
વધુ વાંચો: ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કંપનીની કેન્ટીનમાં HR હેડની ભલામણથી વિઝિટર્સને દારૂ પીવા મળશે
ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઈન' ફોસેલિટી શરૂ કરવા રાજ્યના ગૃહ વિભાગે મંગળવારે તેના ડ્રાફ્ટ નોટિફિકેશન અને રૂલ્સ તેમજ સ્પેશિયલ ઓપરેટિવ પ્રોસિજર્સ- SOPનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરીના અધ્યક્ષસ્થાને તૈયાર થયેલા આ મુસદ્દામાં ગિફ્ટ સિટીના વિઝિટર્સ માટે કોર્પોરેટ કંપનીની કેન્ટીગ કે ત્યાં આવેલી હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટમાં બેસીને દારૂ પીવા જે તે કંપનીના હ્યુમન રિસોર્સ- HR હેડ કે પછી જવાબદાર અધિકારીની ભલામણથી મંજૂરી આપવા ઠેરવાયું છે.
વધુ વાંચો: ઓસી. સામે બોક્સિંગ ડે ટેસ્ટનો પહેલો દિવસ પાક.ના નામે રહ્યો
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચ મંગળવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઇ હતી. વરસાદના વિઘ્નથી પ્રભાવિત પહેલા દિવસની રમત પાકિસ્તાનના નામે રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 187 રન નબાવી લીધા હતા. દિવસની રમતના અંતે માર્નસ લાબુશેન (44) અને ટ્રેવિસ હેડ (9) ક્રીઝ પર હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસ ડેવિડ વોર્નર,