હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા વચ્ચે આપ પાર્ટીએ 20 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. પ્રથમ યાદીમાં આપ પાર્ટીએ કોંગ્રેસના 11 ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ બિજેન્દ્ર હુડ્ડાને રોહતકથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુરપાલ સિંહને નારાયણગઢથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
20 ઉમેદવારોની જાહેરાત
પ્રથમ યાદીમાં 20 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. આ એક પક્ષીય જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી હતી પાર્ટીએ તેના રાજ્ય ઉપાધ્યક્ષ અનુરાગ ધંડાને કલાયત બેઠક પરથી ઉતાર્યા છે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈન્દુ શર્માને ભિવાનીથી ટિકિટ આપવામાં આવી છે.
5 ઑક્ટોબરે મતદાન
ઉલ્લેખનીય છે કે AAPના હરિયાણા પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ આજે કહ્યું હતું કે જો સાંજ સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય તો તેમની પાર્ટી તમામ 90 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરશે. હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે, જ્યારે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે.
કોંગ્રેસની બેઠકો પર પણ જાહેર કર્યા ઉમેદવાર
જે 11 બેઠકો પર કોંગ્રેસ પહેલેથી જ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, તેમાં ઉચાના કલાનથી પવન ફૌજી, મેહમથી વિકાસ નેહરા, નારાયણગઢથી ગુરપાલ સિંહ, સમલખાથી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ડબવાલીથી કુલદીપ ગદરાના, રોહતકથી બિજેન્દ્ર હુડ્ડા, બહાદુરગઢથી કુલદીપ ચિકારા, બદલીથી રણબીર ગુલિયા, બેરીથી સોનુ અહલાવત અને મહેન્દ્રગઢથી મનીષ યાદવ. કોંગ્રેસે આ તમામ સીટો પર પોતાના ઉમેદવારો પહેલેથી જ ઉતારી દીધા છે.