- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પુરજોશમાં
- બાંસુરી સ્વરાજે આપ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
- મહોલ્લા ક્લિનિક્સને લઇને લગાવ્યા આક્ષેપ
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક ઉમેદવારો પણ પોતાના મત વિસ્તારમાં જઇને પ્રચાર કરી રહ્યા છે. આ ઉપરાંત સ્ટાર પ્રચારકો પણ તેઓને સમર્થન આપવા પહોંચી ગયા છે. ત્યારે નવી દિલ્હી લોકસભા સંસદીય બેઠક પરથી બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજ પણ પ્રચાર અર્થે પહોંચ્યા હતા.
આપ પાર્ટી પર વરસ્યા બાંસુરી સ્વરાજ
બીજેપી નેતા અને નવી દિલ્હી લોકસભા સંસદીય સીટના પક્ષના ઉમેદવાર બાંસુરી સ્વરાજે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી. આ ઉપરાંત શહેરના મોહલ્લા ક્લિનિક્સમાં દયનીય સ્થિતિનો આક્ષેપ કર્યો હતો.
શું આ છે દિલ્હી મોડલ ? – બાંસુરી સ્વરાજ
રવિવારે એક સભાને સંબોધતા સ્વરાજે કહ્યું કે મોહલ્લા ક્લિનિક્સમાં નકલી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને વહીવટી કર્મચારીઓ દર્દીઓની સારવાર કરે છે. જ્યારે PM મોદી જનઔષધિ કેન્દ્રમાં સારી ગુણવત્તાની અને ઓછી ખર્ચાળ દવાઓનું વિતરણ કરે છે, બીજી બાજુ, AAP સરકાર મોહલ્લા ક્લિનિક્સમાં નકલી દવાઓનું વિતરણ કરે છે. મોહલ્લા ક્લિનિક્સમાં ડૉક્ટરો દર્દીઓની સારવાર કરતા નથી પરંતુ વહીવટી સ્ટાફ દર્દીઓની સંભાળ રાખે છે. આ તેમનું દિલ્હી મોડલ છે?
AAP સહાનુભૂતિનું નાટક કરે છે- બાંસુરી સ્વરાજ
આ ઉપરાંત વધુમાં તેમણે આપ પર પ્રહાર કરતા જણાવ્યું કે એક બાજુ, બીજેપી દરેક ઘરમાં નળના પાણીનું કનેક્શન પહોંચાડે છે. જ્યારે AAP જળ બોર્ડ કૌભાંડ કરે છે. હું તમને કહેવા માંગુ છું કે કેજરીવાલના ભ્રષ્ટાચારને કારણે આખી દિલ્હી નારાજ છે પરંતુ તેઓ તેમની સત્તા અને કૌભાંડોનો આનંદ માણવામાં વ્યસ્ત હતા.