• જેલમાંથી સરકાર ચલાવવા માટે કોઈ અટકાવે નહીં
  • દોષિત સાબિત ન થાય ત્યાં સુધી સત્તા પર રહી શકે છે
  • સીએમ પદેથી કેજરીવાલ રાજીનામું નહીં આપેઃ આપ નેતા

કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેના સાથે જ પહેલી વખત સિટિંગ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ હેલો કિસ્સો છે જ્યારે મુખ્યપ્રધાન પદ સંભાળતી વખતે કોઈની ધરપકડ કરવામાં આવી હોય. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કોણ ચલાવશે તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. આ અંગે આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ વલણ છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. હાલ કેજરીવાલ પદ પરથી રાજીનામું નહીં આપશે.

કાયદાકીય રીતે શું છે જોગવાઈ ?

જ્યારે આ અંગે કાયદાકીય રીતે જોવામાં આવે તો જો કોઈપણ પક્ષ કે મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા અટકાવે તેવો કોઈ જ કાયદો નથી. ભારતના બંધારણમાં પણ આ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. જે સાથે જ કોઈ પણ ચૂંટાયેલા પદના સભ્ય દોષિત સાબિત ન થાય ત્યાં સુધી સત્તા ભોગવી શકે છે.

કાયદામાં કહેવામાં આવ્યું છે કે દોષિત સાબિત થયા પહેલા કોઈપણ નેતા જેલમાં રહીને મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય રહી શકે છે અને જેલમાંથી જ સરકાર ચલાવી શકે છે અને તે મુજબ અરવિંદ કેજરીવાલને જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવામાં કોઈ કાનૂની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જેથી તેઓ સરકાર ચલાવી શકે છે.

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે

આમ આદમી પાર્ટી સ્પષ્ટ કહે છે કે કેજરીવાલ જેલમાંથી જ દિલ્હી સરકાર ચલાવશે. AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે, આનો નિર્ણય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કરશે. પરંતુ જો આખો પક્ષ જેલમાં હશે તો સરકાર અને પક્ષ જેલમાંથી જ ચાલશે. અને આ ભાજપ ઈચ્છે છે કે બધા જેલમાં જાય તો ત્યાંથી સરકાર ચાલશે. આ ઉપરાંત આપ નેતા આતિશીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે તેમજ જેલમાંથી સરકાર ન ચાલે તેવી કોઈ જોગવાઈ નથી. સીએમ પદેથી કેજરીવાલ રાજીનામું નહીં આપશે. જ્યારે દિલ્હીના સ્પીકર દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે.


  • Follow us on: