વડાપ્રધાન ગુજરાત બાદ બિહારના બે દિવસીય પ્રવાસ પર છે. આજે ગુરુવારે બિહારમાં મુલાકાતમાં પટના પંહોચશે. જ્યાં પટના એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો કરશે. બિહાર મુલાકાત દરમિયાન પીએમ મોદી પ્રધાનમંત્રીનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓએ પણ વધુ સર્તક છે. જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી બિહાર પ્રવાસ કરી રહ્યા છે. એટલે વડાપ્રધાનની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


બિહાર મુલાકાતે પીએમ મોદી

ગુરુવારે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદી પટના એરપોર્ટ પર પંહોચશે. જ્યાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સહિત મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત વરિષ્ઠ મંત્રીઓ તેમનું સ્વાગત કરશે. પીએમ મોદી પટના એરપોર્ટ પંહોચ્યા બાદ વિવિધ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યસ કર્યા બાદ  પટનામાં રોડ શો પણ કરશે. પટના એરપોર્ટથી પીએમ મોદીનો રોડ શો ડુમરા ચોકીથી આઈપીએસ મેસ વળાંક, હરતાલી વળાંક, હાઈકોર્ટ, આવકવેરા રાઉન્ડથી વીરચંદ પટેલ પથ પર ભાજપ કાર્યાલય સુધી નહેરુ પથ પર યોજાવાનો છે.

પટના એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો

બિહારની આ વર્ષની પીએમ મોદીની ચોથી અને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ મુલાકાત છે. પટનામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને કારણે ગુરુવાર સાંજથી રોડ શો સંબંધિત રસ્તાઓ સુરક્ષાકારણોસર બંધ રાખવામાં આવ્યા છે. સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન, ફક્ત હવાઈ ટિકિટ ધરાવતા વાહનોને જ એરપોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સાંજે 4 વાગ્યાથી રાત્રે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી, રોડ શો માટે નક્કી કરેલા રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. 

સામાજિક સંગઠનો પીએમ મોદીનું કરશે સ્વાગત

પીએમ મોદીના પ્રવાસને લઈને મંત્રી નીતિન નવીને વધુ માહિતી આપતા જણાવ્યું પટના એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો થશે. જ્યાં રોડ શો દરમિયાન માર્ગમાં 25 થી વધુ સામાજિક સંગઠનો પીએમ મોદીનું સ્વાગત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક છે. બિહાર મુલાકાતના બીજા દિવસે,  શુક્રવાર, 30 મેના રોજ, પ્રધાનમંત્રી વિક્રમગંજમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને આ દિવસે પણ તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ બંને કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.


  • Follow us on: