ચોમાસાની ઋતુ બાદ હવે શિયાળાની સિઝન શરૂ આત થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે. તેવામાં શિયાળાની સીઝનમાં બીટ ખાવાનું લગભગ સૌ કોઈને પસંદ આવે છે. બીટમાં કેટલાય પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જેના કારણે બજારમાં તેની ડિમાન્ડ સારી એવી રહે છે.
ઝારખંડના હજારીબાગમાં તેની સારી એવી ખેતી થાય છે. બીટની ખેતી કરીને ખેડૂતો સારામાં સારો નફો કમાઈ શકે છે. બીટની ખેતી માટે કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન વધુ ઉપયોગી નીવડે છે. બીટની ખેતી કરીને ખેડૂતો ફક્ત 3થી 4 મહિનામાં લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે. સાથે જ તેની ખેતીમાં ખર્ચો પણ ઓછો આવે છે.













