- AIMIMએ બિહારની 40માંથી 16 સીટો પર ચૂંટણી લડવાની કરી જાહેરાત
- રાજ્યમાં વધુ 5 બેઠકો પર AIMIMના ઉમેદવારો ઉભા કરશે
- AIMIMના આ નિર્ણયથી INDIA ગઠબંધનની મુશ્કેલીઓ વધી શકે
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ બિહારમાંથી 16 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બિહારમાં ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઈમાને 16 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, AIMIM રાજ્યમાં વધુ 5 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. AIMIMના આ નિર્ણયથી INDIA ગઠબંધનની મુશ્કેલીઓ વધી શકે છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, AIMIMએ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ઓવૈસીની પાર્ટી AIMIMએ પાટલીપુત્ર, શિયોહર, દરભંગા અને ગોપાલગંજ લોકસભા બેઠકો પરથી પણ ચૂંટણી લડશે. અખ્તરુલ ઈમાને કહ્યું કે, અમે ભાજપના આધારે નથી બેઠા પરંતુ અનેક પાર્ટીઓ ભાજપ પર આધાર રાખે છે. વોટ કોઈનો વારસો નથી, આ લોકોએ અમારા વોટ પર રાજ કર્યું છે. નીતીશ કુમાર ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે મસાલા સરઘસ કાઢીને નીકળ્યા હતા પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ ક્યાંય નહીં જાય.













