- કેન્દ્ર સરકારે બહાર પાડ્યુ છે નોટિફિકેશન
- શ્રમિકોને પ્રતિ દિવસ મળતી મજૂરીમાં વધારો
- વેતનમાં 10 ટકા સુધીનો કરાયો છે વધારો
1એપ્રિલથી મનરેગા હેઠળ શ્રમિકોને પ્રતિદિવસ મળતી મજૂરીમાં વધારો મળશે. કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ સૂચના અનુસાર ઉત્તરાખંડમાં વેતનમાં સૌથી ઓછો વધારો થયો છે. જ્યારે ગોવામાં સૌથી વધુ વેતન મળશે. અહીં અગાઉના દરોની સરખામણીમાં 10 ટકા સુધીનો વધારો થયો છે. મહત્વનું છે કે આ યોજના વર્ષ 2005માં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગેરંટી આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારે આપ્યુ નોટિફિકેશન













