- ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય
- ઇઝરાયલ જતી ફ્લાઇટો રદ કરવામાં આવી
- મુસાફરો-ક્રૂની સલામતી માટે અગત્યનો નિર્ણય
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયુ છે. ઇઝરાયેલ પર હમાસે હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની છે. તેવામાં એરઇન્ડિયા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. મુસાફરો અને ક્રૂની સલામતી માટે ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે.
ઇઝરાયલ જતી ફ્લાઇટ રદ
એર ઇન્ડિયાએ એક ટ્વિટ કરીને જાહેરાત કરતા જણાવ્યું કે તલ અવીવથી આવતી જતી તમામ ફ્લાઇટને 14 ઑક્ટોબર સુધી રદ્દ કરી દેવામાં આવી છે. એરલાઇન્સના પ્રવક્તાએ વધુમા જણાવ્યું કે જો આ સમયગાળા દરમિયાન કોઇ ફ્લાઇટનું બુકીંગ હશે તો તેવા તમામ મુસાફરોને શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે. પૂર્ણ સેવા વાહક રાષ્ટ્રીય રાજધાનીથી તલ અવીવ સુધીની પાંચ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ સેવાની સુવિધા સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ઉપલબ્ધ છે. પરંતુ શનિવારે પણ તલ અવીવથી આવતી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.
426 એરસ્ટ્રાઇકથી જવાબી કાર્યવાહી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. યુદ્ધના મેદાને લોહીયાળ જંગ અનેક લોકોની જિંદગી વિખેરી રહ્યું છે અને દેશની હાલતને કફોળી બનાવી રહ્યું છે. રશિયા-યુક્રેન કરતા પણ આ યુદ્ધ ઘાતક સાબિત થાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હમાસના અતંકવાદીઓએ ઈઝરાયેલ પર હજારો રોકેર્ટ છોડ્યા હતા અને ઈઝરાયેલ પર આ હુમલો ગોઝારો સાબિત થયો હતો અને હવે ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરીને ગાઝાનો વિનાશ કરવા માટે સતત હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયલની જવાબી કાર્યવાહી શરૂ કરતાં જ અત્યાર સુધીમાં 426 એરસ્ટ્રાઈક કરી હતી અને 10 ટાવર્સને નિશાન બનાવ્યા હતા. હાલમાં આ યુદ્ધ માટે 10 હજાર સૌનિકોને યુદ્ધના મેદાને મોકલ્યા છે અને ગાઝાના ભુક્કા બોલાવવાનો ઈઝરયેલે સંકલ્પ કરી લીધો છે.