- ત્રીજીવાર અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જવાબદારી
- પી.કે.મિશ્રાને PMના મુખ્ય સચિવ બનાવામાં આવ્યા
- PM મોદીએ ફરી એકવાર અજીત ડોભાલ પર વિશ્વાસ કર્યો અકબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર અજીત ડોભાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને ત્રીજી વખત NSA પદની જવાબદારી સોંપવામાં આવી છે. NSA પીએમના સૌથી ભરોસાપાત્ર અધિકારી છે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ આ પદ પર રહેશે.
મળતી માહિતી મુજબ, અજીત ડોભાલ મોદી સરકાર 3.0માં ત્રીજી વખત NSA રહેશે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ આ પદ પર રહેશે. આ રીતે તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે પૂર્ણ થશે. અજિત ડોભાલને NSA, પીકે મિશ્રાને વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે, જ્યારે અમિત ખરે અને તરુણ કપૂરને વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.













