• અકાસા એર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
  • પુણેથી દિલ્હી જઇ રહી હતી ફ્લાઇટ
  • ફ્લાઇટમાં 185 પેસેન્જર્સ હતા સવાર

આપણે ફ્લાઇટમાં જઇ રહ્યા હોઇએ અને કોઇ બૂમો પાડે કે મારી બેગમાં બોમ્બ છે. તો કેવો જીવ અધ્ધર થઇ જાય ? બસ આવુ જ થયુ પુણેથી દિલ્હી જતી અકાસાની ફ્લાઇટમાં. ફ્લાઇટ જેવી ટેક ઓફ થઇ કે એક યાત્રીએ બૂમો પાડવાનું શરૂ કરી દીધુ અને ફલાઇટ ઇમરજન્સી લેન્ડ કરવી પડી. એવું તો શું બન્યુ આવો જાણીએ.

પુણેથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

વાત એ છે કે 21 ઑક્ટોબરે રાતે ફ્લાઇટ પુણેથી દિલ્હી જઇ રહી હતી. તે દરમિયાન એક યાત્રીએ બૂમો પાડી કે મારી બેગમાં બોમ્બ છે. આ સાંભળતા જ ક્રૂ મેમ્બર સહિત યાત્રીઓના હાથ પગ પાણી પાણી થઇ ગયા. જો કે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લાઇટને મુંબઇ તરફ ડાયવર્ટ કરાવવામાં આવી હતી. મુંબઇના શિવાજી એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું, તમામ યાત્રીઓ સહિત ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે પ્લેનમાંથી બહાર નીકળી ગયા. જો કે જેણે બોમ્બ હોવાની વાત કરી હતી તેની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પેસેન્જરે બૂમો પાડી કે..મારી બેગમાં

મારી બેગમાં બોમ્બ છે, આટલું બોલતાની સાથે જ પૃથ્વીથી હજારો ફૂટ ઉપર ઉડતી ફ્લાઈટમાં હંગામો મચી ગયો. મુસાફરોમાં ચીસાચીસ મચી ગયો હતો. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફના હાથ-પગ સૂજી ગયા હતા. મુસાફરો ઝડપથી શાંત થયા અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. બોમ્બ હોવાનું કહેનાર પેસેન્જર ફ્લાઈટમાં જ પકડાઈ ગયો હતો. પોલીસે એરપોર્ટ પર તેની ધરપકડ કરી અને તેના સામાનની તપાસ કરી. ફ્લાઇટના તમામ મુસાફરો, ક્રૂ મેમ્બર અને સ્ટાફ સુરક્ષિત છે. વિમાનના દરેક ખૂણે પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

ફ્લાઇટમાં હતા 185 મુસાફરો

જો કે અહીં નવાઇની વાત તો એ છે કે જેણે બોમ્બ હોવાની બૂમો પાડી તેનું બેગ ચેક કરવામાં આવ્યુ તો બોમ્બ મળ્યો જ નહી. જો કે હાલ તે યાત્રીને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તેની પૂછ પરછ કરતા સામે આવ્યું કે પેસેન્જરને છાતીમાં દુઃખાવો થતો હતો. તેની સાથે ફ્લાઇટમાં તેના સબંધી પણ યાત્રા કરી રહ્યા હતા. તેના સબંધીએ પોલીસને કહ્યું કે તેના સાથીદારને છાતીમાં દુખાવો થવાથી તેણે દવા લીધી હતી. આ બાદ તેણે કંઇ પણ બોલવાનુ શરૂ કરી દીધુ હતું. જેથી તેણે બેગમાં બોમ્બ હોવાની વાત કહી હતી. મહત્વનું છે કે ફ્લાઇટમાં 6 ક્રૂ મેમ્બર સહિત 185 મુસાફરો હતા. 


  • Follow us on: