• બિહાર જઇ રહેલી બસનો અકસ્માત
  • અજાણ્યા વાહને ટક્કર મારતા 5ના મોત
  • 12 લોકોને ખસેડાયા સારવાર અર્થે

દિલ્હીથી બિહારના સિવાન જઈ રહેલી બસને અજાણ્યા વાહને ટક્કર મારતા બસમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે 12 લોકો ઘાયલ થયા . ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત બાજાર શુકુલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પાસે થયો હતો.

મંગળવારે પરોઢિયે થયો અકસ્માત

બાજાર શુકુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે 3 વાગ્યે દિલ્હીથી સિવાન તરફ જઈ રહેલી બસ (નંબર UP53 GT 2927) પાછળથી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસની ડાબી બાજુને નુકસાન થયું હતું. આ દરમિયાન બસમાં બેઠેલા 5 મુસાફરોના મોત થયા હતા. અને 12 મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સીએચસીમાં દાખલ કર્યા હતા. જેમાં 11 લોકોને સીએચસી બાજાર શુકુલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

મૃતકોની ઓળખ બાકી

 પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ અકસ્માત અંગે ઘાયલોની પૂછપરછ પણ કરી રહી છે, જેથી પરિવારજનોને જાણ કરી શકાય.


  • Follow us on: