આજે પોલીસ સ્મૃતિ દિવસ પર દેશ શહીદ પોલીસ કર્મીઓને નમન કરી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં શહીદ પોલીસકર્મીઓને નમન કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ તેમને  જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડયો હતો. આતંકવાદીઓને આકરો જવાબ મળશે. આ હુમલા પાછળ જવાબદાર લોકોને છોડાશે નહીં તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 


 

કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી

રાષ્ટ્ર પ્રત્યે પોલીસ કર્મચારીઓના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા શાહે જણાવ્યું હતું કે ભારતને સુરક્ષિત રાખવામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલ અપાર બલિદાનને શ્રદ્ધાંજલી આપવાનો આ પ્રસંગ છે.

આ ઉપરાંત તેમને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સૈન્ય જવાનોને બિરદાવ્યા હતા. તેમને કહ્યું કે, 10 વર્ષથી જવાનોને લીધે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ છે. ઘૂષણખોરી, આતંકવાદ આપણા માટે પડકાર સમાન છે. આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલી આપી દેશના જવાનોએ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણ ત્યાગી દીધા તેઓની યાદમાં સ્મૃતિ દિવસ મનાવાય છે. આ દર વર્ષે 21 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે.

આતંકવાદીઓને છોડવામાં નહીં આવે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'જમ્મુ-કાશ્મીરના ગંગાંગિરમાં નાગરિકો પરનો આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો ઘૃણાસ્પદ કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને છોડવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળોના સખત જવાબનો સામનો કરવો પડશે. દુઃખની આ ઘડીમાં હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી તંદુરસ્ત થાય તેવી પ્રાર્થના કરું છું.



 

  • Follow us on: