- આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર
- TDP-ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે
- TDPએ 10, JSPએ 02 અને BJPએ 01 સીટ જીતી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ સામે આવ્યા છે. આ રાજ્યમાં ભાજપ અને એનડીએ માટે સારા સમાચાર આવી શકે છે. તમામ મુખ્ય એક્ઝિટ પોલ્સે NDAને આગળ દર્શાવ્યું છે. જો એક્ઝિટ પોલના અનુમાન પરિણામોમાં ફેરવાતા જોવા મળી રહ્યા છે. જગન મોહન રેડ્ડીને અહીં આંચકો લાગી શકે છે.
પ્રારંભિક વલણોમાં ટીડીપી-ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. TDPને 133 સીટો મળી છે. જ્યારે JSPને 21 અને ભાજપને 8 બેઠકો મળી હતી. YSRCPને માત્ર 13 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોના ખાતા પણ ખૂલ્યા ન હતા. અહીં TDPએ 10, JSPએ 02 અને BJPએ 01 સીટ જીતી છે.
શું આંધ્રપ્રદેશમાં સીએમ જગનનો પ્રભાવ ઘટ્યો
આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો માટે આકરો મુકાબલો છે. અહીં બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 88 બેઠકો જીતવી પડશે. અહીં એક તરફ સીએમ જગન મોહન રેડ્ડી છે, જેમની સરકારે 30 મેના રોજ પાંચ વર્ષ પૂરા કર્યા છે, જ્યારે બીજી બાજુ ટીડીપી-ભાજપ ગઠબંધન છે, જે આ ચૂંટણી જીતવાનો દાવો કરી રહ્યું છે ચંદ્રબાબુ નાયડુની TDP, પવન કલ્યાણની જનસેના પાર્ટી અને ભાજપ રાજ્યમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. NDAની સીધી સ્પર્ધા જગન મોહન રેડ્ડીની YSRCP સાથે છે.
TDP અને NDAનું ગઠબંધન
ચૂંટણી પહેલા, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા ચંદ્રબાબુ નાયડુએ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સામેલ થયા હતા. વર્ષ 1996માં ટીડીપી પહેલીવાર એનડીએનો ભાગ બની હતી. ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કર્યું હતું. એટલું જ નહીં, ટીડીપીએ આંધ્રપ્રદેશમાં 2014ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ સાથે મળીને લડી હતી, પરંતુ 2019માં ટીડીપી એનડીએથી અલગ થઈ ગઈ હતી.
2019ની શું હતી પરિસ્થિતિ
2019 માં, YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) એ 175 માંથી 151 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી હતી, જ્યારે વર્તમાન તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ 23 બેઠકો જીતી હતી. જનસેના પાર્ટી (JSP)એ એક બેઠક સાથે વિધાનસભામાં પ્રવેશ કર્યો, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી.