• સલેમપુરમાં ભાજપના રવિન્દ્ર કુશવાહા આગળ
  • ફર્રુખાબાદમાં મુકેશ રાજપૂત આગળ
  • મુઝફ્ફરનગરમાં સપાના ઉમેદવાર આગળ

યૂપીમાં આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને જોરદાર વાપસી કરી છે. અહીં ગયા વર્ષે બંને દળોના ખાતામાં ફક્ત 6 સીટ આવી હતી. આ વખતે આ આંકડો 45 સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીના તમામ રુઝાનોના આધારે ભાજપને 33 સીટો મળી છે. તો સપા 37 સીટથી આગળ ચાલી રહી છે. કોંગ્રેસના 7 અને આરએલડી 2 અને અપના દળ 1 સીટ પર લીડ બનાવી રહ્યું છે. જો કે અનેક સીટ એવી ફસાઈ છે જેની પર જીતનું અંતર ફક્ત 5 હજારનું છે. એટલે કે આ સીટો બાજી પલટવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

1- કાનપુર

ઉત્તર પ્રદેશની કાનપુર બેઠક ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભાજપે સત્યદેવ પચૌરીની ટિકિટ રદ કરી અને પત્રકાર રમેશ અવસ્થીને ઉમેદવાર બનાવ્યા. આ બેઠક પર કોંગ્રેસે આલોક મિશ્રાને ટિકિટ આપીને સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી હતી. આ બેઠક માટે નજીકની હરીફાઈ છે. ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપના ઉમેદવારો આ બેઠક પર લીડ લેતા જોવા મળે છે.

2- સાલેમપુર

સલેમપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે. અહીં ભાજપે બે વખત સાંસદ રવીન્દ્ર કુશવાહાને ટિકિટ આપી છે, જ્યારે રામશંકર રાજભર સપા તરફથી મેદાનમાં છે. આ બંને ઉમેદવારો વચ્ચેની હરીફાઈ એટલી નજીક હતી કે લીડનો તફાવત માત્ર 70 સુધી પહોંચ્યો હતો. ભાજપના રવિન્દ્ર કુશવાહા સમાજવાદી પાર્ટીના રામશંકર રાજભરથી 321 મતોથી આગળ છે.

3- ફર્રુખાબાદ

સમાજવાદી પાર્ટીના ડૉ. નવલ કિશોર શાક્ય ભાજપના મુકેશ રાજપૂત પર 359 મતોથી આગળ છે.

4- મુઝફ્ફરનગર

સપાના હરેન્દ્ર સિંહ મલિક ભાજપના સંજીવ કુમાર બાલિયાનથી 1383 મતોથી આગળ છે.

  • Follow us on: