અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. અને જન્મટીપની સજા ફટકારી છે. કોટદ્વાર કોર્ટે આ મામલે સજાની સુનાવણી કરી છે. કોર્ટે ત્રણેય આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલામાં મૃતકના પિતા વિરેન્દ્ર સિંહ ભંડારીએ ગુરુવારે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે, તેમની પુત્રીના હત્યારાઓને ફાંસીની સજા આપવા માગ કરી હતી.


અંકિતા ભંડારી મર્ડર કેસમાં ચુકાદો

ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે તમામ ત્રણ આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં એસઆઇટીએ 500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જેના અઢી વર્ષ બાદ મૃતક અંકિતાના પરિવારને ન્યાય મળ્યો છે. આ કેસમાં ભાજપના નેતા વિનોદ આર્યાના પુત્ર પુલકિત આર્યાનું નામ સામે આવતા આ મામલો વધુ વિવાદીત બન્યો હતો. સમગ્ર મામલે પોલીસે કડક તપાસ હાથ ધરી હતી. જે બાદ મામલો મીડિયામાં ઉછળતા તેના પર કાર્યવાહી તેજ કરાઇ હતી.

મૃતક અંકિતાના પિતાએ શું કહ્યુ ?

કોર્ટના ચુકાદા બાદ મૃતક અંકિતાના માતા-પિતા ભાવુક જોવા મળ્યા હતા. માતા સોની દેવી અને પિતા વિરેન્દ્ર સિંહ ભંડારીએ મીડિયા સાથે વાત કરી હતી. તેઓ ભાવુક થઇ રડી પડ્યા હતા. અને ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, અંકિતાને ન્યાય મળે ત્યાં સુધી તમામ લોકો અમારી સાથે ઉભા રહે અને સમર્થન આપે. ચુકાદા અગાઉ મૃતક અંકિતાના માતા-પિતાએ કોર્ટ પાસે આરોપીઓને ફાંસીની સજા ફટકારવા માટે અપીલ કરી હતી.

SITએ મામલાની કરી તપાસ

21 સપ્ટેમ્બરના રોજ મુખ્ય આરોપી અને રિસોર્ટના માલિક પુલકિત આર્યાની ધરપકડ કરાઇ હતી. જે બાદ મેનેજર સૌરભ ભાસ્કર અને ડેપ્યુટી મેનેજર અંકિત ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરના રોજ અંકિતાનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે, પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ છે. આ ઉપરાંત તેના હાથ પર પણ નિશાન જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નિર્દેશ આપ્યા હતા કે આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવે. જે બાદ SITએ કડક તપાસ હાથ ધરી હતી. ભાજપે અંકિત આર્યાના પિતા વિનોદ આર્યાને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.

શું હતો સમગ્ર મામલો ?

ઉત્તરાખંડના પૌડ઼ી જિલ્લાના ડોભ શ્રીકોટ ગામમાં રહેનારી અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી. અંકિતા ઋષિકેશ પાસે આવેલા ગંગા ભોગપુરમાં વનંતારા રિસોર્ટમાં તેણે રિસેપ્શનિસ્ટના રૂપમાં કામ કરવાનું શરુ કર્યુ હતુ. અહીં પુલકિત આર્યા એ તેની પાસે એકવાર અભદ્ર માંગણી કરી હતી. જેનો અંકિતાએ વિરોધ કર્યો હતો. આ વિરોધનો બદલો લેવા માટે તેણે અંકિતાની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અને તેને નહેરમાં ધક્કો મારીને તેની હત્યા કરી હતી.  

  • Follow us on: