• કોલકતામાં રેપ-હત્યા કેસમાં મમતા સરકાર એક્શનમાં
  • વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરાયું
  • ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં, બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિરોધ પક્ષ ભાજપ પણ બિલને સમર્થન આપશે.

આ બિલની અંદર શું છે

  • દુષ્કર્મ અને હત્યાના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ
  • આ બિલ હેઠળ ચાર્જશીટ દાખલ કર્યાના 36 દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ હશે
  • માત્ર દુષ્કર્મ જ નહીં પણ એસિડ એટેક પણ એટલો જ ગંભીર ગુનો છે, જેના માટે આ બિલમાં આજીવન કેદની જોગવાઈ છે
  • દરેક જિલ્લામાં સ્પેશિયલ ફોર્સ-અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે
  • આ અપરાજિતા ટાસ્ક ફોર્સ બળાત્કાર, એસિડ એટેક કે છેડતીના કેસમાં કાર્યવાહી કરશે
  • આ બિલમાં બીજી ખૂબ જ મહત્વની વાત ઉમેરવામાં આવી છે, તે એ છે કે જો કોઈ પીડિતાની ઓળખ જાહેર કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

આ ઉપરાંત, ડ્રાફ્ટમાં દરખાસ્ત કરવામાં આવી છે કે બળાત્કાર અને ગેંગરેપના દોષિત લોકોને આજીવન કેદની સજા કરવામાં આવે. 'અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લૉ એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024' નામના પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય અપરાધો સંબંધિત નવી જોગવાઈઓનો સમાવેશ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે. 

  • Follow us on: