• વડાપ્રધાનના એજન્ડાને કારણે લદ્દાખમાં શાંતિ
  • રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો આજદિન સુધી હિસાબ નથી
  • રાહુલ ગાંધીને આપ્યો જવાબ

રાહુલ ગાંધીની લદ્દાખ મુલાકાતને લીઈને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. તેમનું એવું કહેવું છે કે, તેઓ લદ્દાખમાં રજાઓ માણવા ગયા છે, તેમણે ત્યાં સેલિબ્રેશન કરવું જોઈએ. અનુરાગ ઠાકુરે સ્પષ્ટ કર્યું કે, દેશની એક ઇંચ પણ જમીન ચીન પાસે નથી. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે રાહુલ ગાંધીની સામે આવું નિવેદન આપી દીધું હતું.

વડાપ્રધાન મોદીને કારણે આ શક્ય બન્યું

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, શાંતિ શું છે? ગાંધી પરિવારને હવે આ વાતની ખબર પડી ગઈ છે. ભારત જોડો યાત્રા દરમિયાન બંને ભાઈ-બહેન બરફના ગોળા સાથે રમતા હતા. જ્યાં પહેલા બોમ્બ ફોડવામાં આવતા હતા ત્યાં હવે શાંતિ છે. તેમણે કહ્યું કે, આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે. જમ્મુ-કાશ્મીરમાં માત્ર મોદી સરકારે જ શાંતિ લાવી છે. લદ્દાખ 75 વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશની માંગ કરી રહ્યું હતું, પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે લદ્દાખને તેનો હક આપ્યો.

પ્રદેશનું બજેટ વધી ગયું છે.

હવે લદ્દાખનું બજેટ અગાઉના બજેટ કરતા બમણાથી વધુ થઈ ગયું છે. લદ્દાખ હવે દેશનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. જ્યાં પાણી અને વીજળીનો પુરવઠો એક મોટી ચિંતા હતી, હવે શિયાળાની ઋતુમાં પણ ત્યાં પાણી અને વીજળી પહોંચી રહી છે." ચીન પાસે આપણી એક ઇંચ પણ જમીન નથી. રાહુલ ગાંધી પોતે ચીનના અધિકારીઓ સાથે મુલાકાત કરતા રહે છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના નાણાંનો આજદિન સુધી હિસાબ આપવામાં આવ્યો નથી. 1962માં હિન્દી-ચીની, ભાઈ-ભાઈ કહીને લડાયેલું યુદ્ધ જવાહરલાલ નેહરુના સમયે થયું હતું.


રાહુલ ગાંધીની વાત સામે આવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન કે, ચીને લદ્દાખની એક ઇંચ પણ જમીન પર કબજો કર્યો નથી. તે સાચું નથી. તે જૂઠ છે. લદ્દાખની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું હતું કે, લદ્દાખના લોકો ચીની સેના દ્વારા કબજે કરેલી તેમની ચારાની જમીનને લઈને ચિંતિત છે. લદ્દાખમાં દરેક વ્યક્તિ કહે છે કે ચીની સેનાએ ઘૂસણખોરી કરીને અમારી ચરાઈ જમીન પર કબજો કર્યો છે અને તેઓ હવે ત્યાં જઈ શકે તેમ નથી.

  • Follow us on: