• પેંગોંગ પહોંચેલા રાહુલ ગાંધી ત્સોના કાંઠે રાજીવ ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
  • ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર આપશે શ્રદ્ધાંજલિ
  • જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લદ્દાખ પહોંચ્યા હતા. રાહુલે શનિવારે તેની બાઇક ટ્રીપની તસવીરો શેર કરતાની સાથે જ તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ તેમના નેતૃત્વમાં હિમાલય ક્ષેત્રમાં બનેલા ઉત્તમ રસ્તાઓને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની પ્રશંસા કરી.

રાહુલ ગાંધીએ બાઇક ચલાવી પેંગોંગ સરોવર પહોંચવાનું સપનુ પુર્ણ કર્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે એક અલગ અંદાજમાં જોવા મળ્યાં હતાં. લદ્દાખના રણના ખતરનાક માર્ગો પર જાતે બાઇક ચલાવીને સુપ્રસિદ્ધ પેંગોંગ સરોવર પહોંચવાનું સપનું પુર્ણ કર્યું હતું. રાહુલ પુર્વિય લદ્દાખમાં પેંગોંગ સરોવર પહોંચવા બાઇક સવારી પર નીકળ્યા હતાં. બાઇક પર સવાર રાહુલની તસવીરો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી.

પિતાજી કહેતા લદ્દાખ દુનિયાની સૌથી સુંદર જગ્યાઃ રાહુલ

રાહુલ શનિવારે રાત્રે એક પ્રવાસી છાવણીમાં રહેશે. પક્ષના સુત્રોએ જણાવ્યા અનુસાર રાહુલ ૨૦ ઓગસ્ટના રોજ પેંગોંગ સરોવર પર પોતાના પિતા અને ભુતપુર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મદિવસ ઊજવ્યો આ અગાઉ શુક્રવારે રાહુલે પોતાની પ્રથમ લદ્દાખ યાત્રાના ભાગરૂપે લેહમાં ૫૦૦થી વધારે યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો.

લેહમાં ૫૦૦થી વધારે યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો

જણાવી દઈએ કે રાહુલ ગાંધી શનિવારે લદ્દાખની સડકો પર સ્પોર્ટ્સ બાઈક ચલાવતા જોવા મળ્યા હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ રોમાંચક પ્રવાસની તસવીરો પણ શેર કરી છે. તેણે કેપ્શન લખ્યું, પેંગોગ લેક તરફ જઈ રહ્યો છું. રાહુલ બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા અને બાદમાં પેંગોંગ લેક, નુબ્રા વેલી અને કારગિલ જિલ્લાને આવરી લેવા માટે આ પ્રદેશમાં વધુ ચાર દિવસ રોકાણ કરવાનો નિર્ણય કર્યો.


  • Follow us on: